Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સૌરાષ્ટ્રમાં શિયાળાની શરૂઆત પૂર્વે સ્વાઈન ફલૂએ હાહાકાર , માત્ર 6 કલાકમાં 3 દર્દીઓના મોત, પોઝિટિવ કેસની સેન્ચ્યુરી થઈ

રાજકોટ: સૌરાષ્ટ્રમાં શિયાળાની શરૂઆત પૂર્વે સ્વાઈન ફલૂએ હાહાકાર મચાવ્યો છે અને માત્ર 6 કલાકમાં 3 દર્દીઓના મોત થતા ફફડાટ ફેલાયો છે. ગઇકાલ શનિવારે સવારે કેશોદના વૃદ્ધ તેમજ એક ચોરવાડની મહિલાનું સ્વાઈન ફલૂથી મોત નિપજ્યું હતું. ત્યારે બપોર બાદ સિવિલ હોસ્પિટલમાં માંગરોળનો 32 વર્ષીય પુરૂષ પણ સ્વાઈન ફલૂનો ભોગ બનતા રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યુ પામનારનો આંક 23 પર પહોંચ્યો છે. અને સ્વાઈન ફલૂ પોઝિટિવ કેસનો આંક 101 પહોંચતા સેન્ચ્યુરી પુરી થઈ ચુકી છે.

ગઇકાલ શનિવારે જૂનાગઢ જિલ્લાના 3 વ્યક્તિઓના સ્વાઈન ફલૂથી મોત નિપજ્યા હતા. જેમાં કેશોદના 59 વર્ષીય પુરૂષ, ચોરવાડની 40 વર્ષીય મહિલા ઉપરાંત માંગરોળ પંથકના 32વર્ષીય યુવાનનું એમ માત્ર 6 કલાકમાં જ ત્રણ લોકોના મોત થતા સ્વાઈન ફલૂની સારવાર લઈ રહેલા દર્દીઓ સહિત સૌરાષ્ટ્રમાં ફફડાટ ફેલાયો છે. અને રાજકોટના આજીડેમ ચોકડી નજીક રહેતી 55 વર્ષની મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પણ જામનગરની એક વૃદ્ધાનું સ્વાઈન ફલૂથી મોત થયું હતું.

(1:06 pm IST)