Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સુરેન્દ્રનગરમાં પાર્ટીપ્લોટને મંજૂરી નહિ :પરંપરાગત નવરાત્રીની ઉજવણી :પ્રાચીન ગરબીઓમાં લોક સંસ્કૃતિના થતા અનેરા દર્શન

જૂની ગરબીઓની આગવી ઓળખ અકબંધ :વાદીપરામાં પુરુષોની ગરબી અને 150 વર્ષ પ્રાચીન બ્રાહ્મણની ગરબીમાં દરેક જ્ઞાતિના પુરુષો રમે છે

સુરેન્દ્રનગર:શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટીપ્લોટમાં નવરાત્રીના આયોજન માટે મંજૂરી અપાતી નથી ત્યારે પરંપરાગત શેરી ગરબામા ખેલૈયાઓની ભીડ વધારે રહે છે. શહેરમાં વર્ષો જૂની કેટલીક ગરબીઓએ આજે પણ પોતાની ઓળખ અકબંધ રાખી છે. અને લોકસંસ્કૃતિને ઉજાગર કરે છે.

  વાદીપરા ચોક વિસ્તારની ગરબીમાં માત્ર પુરુષો જ ગરબે રમે છે. અને 150 વર્ષ પ્રાચીન બ્રાહ્મણની ગરબી તરીકે ઓળખાય છે. અહી દરેક જ્ઞાતિના પુરુષો કોઈપણ જાતના ભેદભાવ વગર માતાજીના ગરબા રમે છે અને ગાય છે.

  કોઈપણ પ્રકારના લાઈટ ડેકોરેશન કે સાઉન્ડ સિસ્ટમ વગર પુરુષો માઈક વગર જ ગરબા ગાય છે. આ ગરબીમાં મહિલાઓ અને યુવતીઓને ગરબા રમવા પર વર્ષોથી પ્રતિબંધ છે.

(6:11 pm IST)