Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ગોંડલના લલીત પટોળીયા અને દિનેશ પાતરીયા સામે ગુન્હો નોંધાયો

કોમી વૈમનસ્ય ફેલાઇ તેવી ફેસબુકમાં પોસ્ટ વાયરલ કરનાર

રાજકોટ તા. ૧પ :.. ગોંડલમાં લોકડાયરા સંદર્ભે કોમી વૈમનસ્ય ફેલાઇ તેવી ફેસબુકમાં પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો સામે પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ગોંડલમાં રહેતા લલીત પટોળીયા અને દિનેશ પાતરીયાએ પોતાના ફેસબુક પેજ ઉપર ગોડલ શહેરમાં યોજાનાર લોકડાયરા સંદર્ભે કોમી વૈમનસ્ય ફેલાઇ તેવી પોસ્ટ વાયરલ કરી કોમી ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે સીટી પોલીસના હેડ કો. વિશાલભાઇ ગઢાદરાએ ઉકત બન્ને શખ્સો સામે આઇ. પી. સી. કલમ ૧પ૩, પ૦પ, અને ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવેલ પી. એસ. આઇ. વી. કે. ગોલવેકરે બન્નેની શોધખોળ  હાથ ધરી છે. 

(3:22 pm IST)