Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

માત્ર ૬ કલાકમાં મોજ ડેમ ભરાઈ ગયોઃ હિરણ-૨ ડેમ ૯૦ ટકા ભરાયો ઓવર ફલો

થવામાં આજી ડેમ ૧.૨૫ ફુટનું છેટુઃ ભાદર ડેમમાં ૩ ફુટનું છેટુ : આજી ડેમની હાલની સપાટી ૨૭.૭૫ ફુટ અને ભાદર ડેમ ૩૧ ફુટે પહોંચ્યો

રાજકોટ, તા. ૧૫ :. સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદ વરસી જતા તમામ નાના-મોટા ડેમો-જળાશયો પાણીથી ભરપૂર થઈ ગયા છે. જે મળતા અહેવાલો અહીં રજૂ છે.

તાલાળાના લોકોએ સાવચેત રહેવુ

પ્રભાસ પાટણઃ  ચાલુ ચોમાસા દરમ્યાન તાલાળા તાલુકાના ઉમરેઠીનો હીરણ-૨ ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા ડેમ તેની નિર્ધારીત કેપેસેટીના ૯૦ઁક્ન ભરાઇ જતા નીચાણવાસના ગામ લોકોએ સાવચેત રહેવા અને નદીના પટમાં અવર-જવર નહી કરવા જણાવવામાં આવે છે. ડેમનું હાલનું લેવલ ૭૦.૭૭ એમ.સી.યુ.એમ. છે. જેથી તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, વેરાવળ તાલુકાના ભેરાણા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોય, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસપાટણ ગામનાં નિચાણવાળા વિસ્તારને સાવચેત રહેવા તથા ઉપરવાસમાં જળાશય વિસ્તારમાં ખેતી તેમજ અન્ય કોઇ પ્રવૃતિ કરવી નહિં તેમજ ઢોર ઢાંખરને આ વિસ્તારથી દુર રાખવા સિંચાઇ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ હિરણ ડેમ ૯૦ ટકા જેટલો ભરાઈ ગયા હોવાથી વેરાવળ પાટણ સહિત ૪૨ ગામ જુથ યોજના અને કંપની ઓ ને આ ડેમ માં થી પાણી પુરૂ પાડવામાં આવે છે જેથી પીવા ના પાણી નો પ્રશ્ર્ન હલ થયેલ છે

કોડીનારમાં ૨ ઈંચઃ શિંગોડા ડેમમાં ૨ ફૂટ નવા નીર

કોડીનારમાં ધીમીધારે મેઘરાજા એ હેત વરસાવવાનું ચાલુ કરતા દિવસ દરમિયાન ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.કોડીનારમાં આજે વહેલી સવાર થી જ વાદળછાયા વાતાવરણ માં મેઘરાજા એ સતત ધીમીધારે અમી દ્રષ્ટિ વરસાવતા સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો,આજ ના વરસાદ સાથે મોસમ નો કુલ વરસાદ ૨૪ ઇંચ (૬૦૫ મી.મી.) વરસાદ નોંધાયો છે.

 જયારે કોડીનાર તાલુકાના જીવાદોરી સમાન સીંગોડા ડેમ માં ઉપર વાસ માં વરસાદ ના કારણે ૨ ફૂટ નવા પાણી ની આવક થતા ડેમ ૫૩.૪૬ ફૂટ ભરાઈ જતા મહદ અંશે કોડીનાર ની પાણી ની સમસ્યા હલ થઈ જવા પામી છે.

(1:21 pm IST)