Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

પીજીવીસીએલની કામગીરી બીરદાવતા મુખ્યમંત્રી

પાા હજાર વીજ થાંભલા જમીન દોસ્તઃ ૩૦ ગામોમાં હજુ અંધારા...

કુલ પ૦પ ફીડર બંધમાંથી ૧૮૬ ચાલુ કરાયાઃ હજુ ૩૧૯ ફીડર બંધઃ વીજ ટીમોની રાઉન્ડ ધ કલોક કામગીરી

રાજકોટ તા. ૧પ :.. સૌરાષ્ટ્રમાં પડેલા બેફામ વરસાદને કારણે પીજીવીસીએલ. ને ઓછામાં ઓછુ ૩ થી ૪ કરોડનું નુકશાન થયાના પ્રાથમિક અંદાજો છે, માત્ર બે દિવસના તોફાની વરસાદ-પૂરના પાણીને કારણે  પ૩૦૦ થી વધુ વીજ થાંભલા પડી ગયા છે, હજારો કિ. મી. લાઇનો તૂટી પડી છે. આજે સવારના ૯ વાગ્યાના રીપોર્ટ મુજબ સૌથી વધુ થાંભલા જામનગર જીલ્લામાં ૪૧૪૩, તો રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રમાં ૭૮૧, જુનાગઢ જીલ્લામાં ૩૧૪ પડી ગયા છે, જે પુનઃ ઉભા કરવા નવા થાંભલા નાંખવા - લાઇનો ઉભી કરવા વીજ ટીમો કોન્ટ્રાકટરની ટીમો રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહી છે.રીપોર્ટ મુજબ કુલ પ૦પ ફીડર બંધ થયા હતા, જેમાંથી ૧૮૬ ફીડર આજ સવાર સુધીમાં ચાલુ કરી દેવાયા છે, હવે બાકીના ૩૧૯ ફીડર પણ ૪૮ કલાકમાં શરૂ કરવા તંત્રે કવાયત હાથ ધરી છે.

અતિ ભારે વરસાદ અને પુરના પાણીને કારણે વીજ ટીમો ૩૦ ગામોમાં પહોંચી શકી ન હોય, ત્યાં હજુ અંધારપટ છે, જેમાં જામનગર પંથકના ર૭ અને રાજકોટના ૩ નામોનો સમાવેશ થાય છે.

રાજકોટ જીલ્લામાં ૮ર ગામોમાં વિજળી ડૂલ થઇ હતી, તેમાંથી ૭૯ ગામોમાં વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો છે. દરમિયાન ગઇકાલે રાજકોટમાં મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીને પીજીવીસીએલ.ના એમ. ડી. શ્રી ધીમંતકુમાર વ્યાસે રીપોર્ટ આપ્યો હતો, આ રીપોર્ટથી મુખ્યમંત્રીએ સંતોષ વ્યકત કરી કામગીરી બીરદાવી હતી.

(11:49 am IST)