Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

જામનગર ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે ઓનલાઇન પ્રી-સ્ટેટ લેવલ રૂરલ આઇ.ટી. કિવઝ યોજાઇ : ૩૧૨ બાળકો સામેલ થયા :

ધ્રોલ : ગુજકોસ્ટ - ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે પ્રીસ્ટેટ લેવલ ઓનલાઇન રૂરલ આઇટી કિવઝ ૨૦૨૧નું આયોજન કરેલ. જેમાં એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલીત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઇર્ન્ફોમેશન ટેકનોલોજી ક્ષેત્રે જાગૃતિ આવે. ગામડાના બાળકોમાં જ્ઞાન પિપાસા વધારવા જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના ધો.૮  થી ૧૨ના લગભગ ૩૧૨ જેટલા બાળકો પ્રીસ્ટેટ લેવલ ઓનલાઇન રૂરલ આઇટી કિવઝ ૨૦૨૧માં દરેક શાળાના સહકારથી સામેલ થયેલ. કિવઝમાં કુલ વૈકલ્પીક પ્રકારના ૩૦ પ્રશ્નો હતા. કિવઝનું સ્વરૂપ ઓનલાઇન હતુ. દરેક બાળકોએ પોતાના મોબાઇલ, લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટર જે હાથવગુ હતુ તે માધ્યમથી સફળતાપુર્વક કિવઝની મજા લીધેલ. કાર્યક્રમમાં સામેલ થનાર તમામને ઇ પ્રમાણપત્ર એનાયત કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેન્દ્રના પ્રોગ્રામ ઓફીસર ડો.સંજય પંડયાએ કરેલ તેમજ ગ્રામ્ય વિસ્તારના બાળકો ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા તે બદલ એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્ટના ચેરમેન હરસુખભાઇ મહેતા, ટ્રસ્ટી ધર્મેશભાઇ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરીયાએ અભિનંદન પાઠવેલ.

(11:48 am IST)