Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

રાજ્‍યમાં ૧૧ પૈકી કચ્‍છમાં કોરોનાના ત્રણ કેસ : ત્રણેયનું કેરળ કનેકશન હોય ઉચાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : કોરોનાના ઘટતાં કેસ વચ્‍ચે ફરી એક વાર કચ્‍છમાં કેસ વધુ દેખાતાં ચિંતા છવાઈ છે.
રાજયમાં નવા ૧૧ કેસ પૈકી કચ્‍છમાં ત્રણ કેસ નોંધાયા છે. આ ત્રણેય કેસ ગાંધીધામમાં નોંધાયા છે. જોકે, ઉચાટ સર્જે તેવી વાત આ ત્રણેય કેસનું કેરળ કનેક્‍શન છે.
કેરળની ટ્રાવેલ હિસ્‍ટ્રી ધરાવતા ત્રણેય કેસને પગલે આરોગ્‍ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. કચ્‍છ જિલ્લામાં અત્‍યારે કોરોનાના સક્રિય કેસ ૭ છે

 

(10:25 am IST)