Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વડીયાનો તળિયાઝાટક સુરવોડેમમાં એકાએક 13 ફૂટ પાણીની આવક : બે દિવસમાં છલોછલ

વડિયા શહેર તેમજ પંથકમાં બે દિવસમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સુરવોડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવાનીરની આવક

અમરેલીના વડિયા શહેરના જીવાદોરી સમાન સુરવો ડેમમાં બે દિવસ દરમ્યાન નવાનીરની આવક થઈ.તળિયાઝાટક સુરવોડેમમાં એકાએક 13 ફૂટ પાણીની આવક થતા સ્થાનિકો અને ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી છે. વડિયા શહેર તેમજ પંથકમાં બે દિવસમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સુરવોડેમમાં પુષ્કળ પ્રમાણમાં નવાનીરની આવક થઈ છે અને વડિયા શહેરનો જીવાદોરી સમાન સુરવો ડેમ છલોછલ ભરાયો છે.

અમરેલીના વડિયા શહેરનો સુરવોડેમ છેલ્લા 48 કલાક પહેલા તળિયાઝાટક હતો. સુરવોડેમમાં માત્ર દોઢ ફૂટ તેટલું પાણી હતું. ભારે વરસાદના કારણે 48 કલાકમાં જ આ ડેમ છલોછલ ભરાઈ જતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે.

વડિયા ડેમ સેક્શન ઓફિસરે કહ્યું કે છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદની આગાહી હતી, જેના પગલે, સુરવો ડેમના ઉપરવાસના ગામો અરજણસુખ, તોરી, રામપુરમાં ઘણો વરસાદ પડ્યો છે. સુરવો ડેમમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે ડેમની જળસપાટી 129.25 મીટરે પહોંચી છે. સુરવો ડેમમાં નવા 2.86 MCM પાણીની આવક થઇ છે.

(9:23 pm IST)