Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ઉના :પ્લાસ્ટિકની જાળીમાં ફસાયેલા અજગરને પર્યાવરણ સેવા ટ્રસ્ટે બચાવ્યો

ઉના,તા.૧૫: તાલુકાના ભાચા ગામે ખેતરનાં સેઢે બાંધેલ પ્લાસ્ટીકની જાળીમાં ફસાયેલા અજગરને શ્રી સર્વજીવન પર્યાવરણ સેવા ટ્રસ્ટ તથા વન વિભાગે સલામત બહાર કાઢી જંગલમાં જીવતો છોડી દઇ અજગરનો જીવ બચાવી લીધો હતોફ

ભાચા ગામેની સીમમાં કીડેચા પરિવારની વાડીના સેઢે બાંધેલ પ્લાસ્ટીકની જાળીમાં એક મહાકાય સાત યા આઠ ફુટનો અજગર ફસાઇ ગયો હોય અને આ અંગેની માહિતી સર્વજીવ વન, પર્યાવરણ ટ્રસ્ટના મહામંત્રી પ્રકાશભાઇ ટાંકને થતા તુરંત કાર્યકરો સાથે સ્થળ ઉપર પહોંચી ગીર પૂર્વ વન વિભાગનાં અધિકારીને જાણ કરતા વનવિભાગનાં અધિકારીઓની સંયુકત મહેનતથી સલામત રીતે બહાર કાઢી તેમને કોથળામાં પુરી અને જંગલમાં છોડી મુકી જીવદયા પ્રવૃતિ કરી હતી.

(11:38 am IST)