Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

કોઈ બુદ્ધપુરુષ-મહાપુરુષથી આપણે જીવન તરી શકીએ. : મોરારીબાપુ

જામનગરમાં નવદિવસીય માનસ ક્ષમા રામકથાનું સમાપન : રામેશ્વર ભગવાનના સેતુ બંધના પ્રસંગઈ મોબાઈલની લાઈટો વડે આરતી કરાઈ

જામનગરમાં  છોટી કાશી ગણાતા જામનગરમાં નવદિવસ સુધી રામનામમાં શ્રદ્ધાળુઓ તરબોળ થયા હતા. અને વરસાદના વિઘ્ન વચ્ચે પણ કથા પૂર્ણ થઇ હતી, કથાના અંતિમ દિવસે મોરારીબાપુએ રામાયણની વાત કરતા જણાવ્યું કે, કોઈ બુદ્ધપુરુષ-મહાપુરુષથી આપણે જીવન તરી શકીએ. ભોજલરામબાપા અને અખા ભગતને યાદ કરી પક્ષીની બે જ્ઞાન અને વૈરાગ્યની પાંખ દ્વારા વૈરાગ્યમાં ઉડે છે. અખા ભગતના મતે પાંખોથી ઉડતા પંખીને ભજનની મહાપુરુષની ભક્તિ વગર ક્યાંક ભટકાશે તેવી માર્મિક વાત કરી હતી.

ઘરમાં બનેલ ભોજન ન ખાઈ તો એ ભોજનનું અપમાન છે.તેની જેમ આપણા મહાપુરુષોનો અનાદર કરવો એ અપમાન છે.તેવી વાત કરતા મોરારીબાપુએ ભોજન અને મહાપુરુષનો આદરભાવ રાખવા ટકોર કરી હતી.રાવણે હનુમાનજીને પશુ (વાનર) ગણ્યા એ વાતને લઈને તેને શિવનો અવતાર કહેવામાં આવ્યો તે વાતને મોરારીબાપુએ તાર્કિકરીતે લોકોને પદ સાથે સમજાવ્યું હતું. સુખ અને દુઃખ સાપેક્ષ છે. એક જ સિક્કાની બે બાજુ છે.તે વાત કરતા મોરારીબાપુએ જીવનમાં દુઃખ અને સુખ આવે તે વાતને રામાયણના પ્રસંગો સાથે વર્ણવી રામ, લક્ષમણ,જાનકીના ઉદાહરણ આપ્યા હતા. અને ભગવાન રામની અયોધ્યા વનવાસ જતી વેળાએ અયોધ્યાવાસીઓની વેદનાની વાત કરી કેવટનો પ્રસંગ કહ્યો હતો.

ચિત્રકૂટમાં પ્રસન્નતા છે. જ્યાં પ્રભુ રામ વનવાસ દરમ્યાન 13 વર્ષ રહ્યા હતા.તે પ્રસંગે રામ અને ભરતના મિલન વખતે રામની ત્યાગવૃત્તિની વાત કરતા મહાપુરુષ, સાધુ પુરુષની ત્યાગ કરવાની વાત મોરારીબાપુએ કહી હતી. સૂરજનો સ્વભાવ ઉગવો એ જ છે. બીજાને ઝાખા કરવા નથી સૂરજ ઉગતો તેમ કહી મોરારીબાપુએ લોકોને સુરજમાંથી પ્રેરણા લેવા માર્મિક ટકોર કરી હતી. અસ્તિત્વએ કૃપા બહુ કરી ત્રણ દિવસ વરસાદ હોવા છતાં કથામાં ખલેલ ન આવ્યો. જામનગરના મહાપુરૂષોની ધરતી છે. ત્યાં ખલેલ આવે જ નહીં.કથાના અંતે મોરારીબાપુએ રામેશ્વર ભગવાનના સેતુ બંધના પ્રસંગને લઈને લોકોને મોબાઇલની લાઈટો વડે કથામાં આરતી કરાવી હતી. મોરારીબાપુએ ચાણક્ય નિતીના ક્ષમા અંગેના "કોકિલા નામ, સ્વરોરૂપમ, સ્ત્રીનામ રૂપમ,પતિવ્રતમ, વિદ્યારૂપમ, વિણાનામ" શ્લોકનું ગાન કરાવ્યું હતું.અને ક્ષમા અંગે નિરૂપણ કરતા તેના પરિવારના નામો જણાવ્યા હતા.ભીખમાં મળે એવી ક્ષમા નથી જોઈતી. બોલ્યા હોય અને તેને વ્યાસપીઠ પાસે માંગવી હોય,તેને વૈદિક પરંપરા પાસે માફી માંગવી જોઈએ.

(8:01 pm IST)
  • ગાયોને કપાવા પણ નહી દઇએ: ખેડૂતોના પાકને પણ નુકસાન નહી થાય: યોગી આદિત્યનાથનું વચન : ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢ પહોંચીને 1135 કરોડની 352 યોજનાઓનાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા access_time 12:51 am IST

  • થરા હાઈવે પર નશાખોર કાર ચાલક બન્યો બેફામ: રાહદારીઓને અડફેટે લેતા એક બાળક સહિત બે ના ઘટના સ્થળે જ મોત: 8 જેટલા લોકોને ગંભીર ઇજા: ઇજાગ્રસ્તોને સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા: ગાડી ચાલકને થરા પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી access_time 10:40 pm IST

  • ઉત્તરાખંડમાં ડેન્ગ્યુનો હાહાકાર : સાત લોકોના મોત : દર્દીની સંખ્યા 1500ને પાર પહોંચી : દહેરાદૂનમાં દર્દીની સંખ્યા 900એ પહોંચી :સમગ્ર રાજ્ય ડેન્ગ્યુની ઝપટમાં :નૈનીતાલમાં 310 કેસ નોંધાયા access_time 12:53 am IST