Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

વર્ષો બાદ ગોંડલ નાગરિક સહકારી બેન્કનો પ્રતિષ્ઠા ભર્યો ચૂંટણી જંગ : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ગોંડલઃ નાગરિક સહકારી બેંકની વર્ષો બાદ ચૂંટણી યોજાઇ હતી. જેમાં વહેલી સવારથી જ ઉત્સાહભેર રીતે સભ્યો મતદાન પ્રક્રિયામાં જોડાયા હતાં. ચૂંટણીને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

 ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાં સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહકારી આગેવાન અને બેંકના માજી ચેરમેન હાજર રહ્યા 

(7:14 pm IST)
  • ભારે કરી : રેલવે પોલીસને હેલ્પલાઇન નંબર પર આવે છે પિઝ્ઝા -બર્ગર માટે ફોન : સ્ટાફ પિઝા અને બર્ગરની ડિલિવરી કરે છે કે કેમ ? તેવા પુછાય છે સવાલ : રાજધાની દિલ્હીમાં રેલવેને નવી મુશીબત :યાત્રીઓ પિઝા અને બર્ગરની ડિલિવરી માટે કરે છે માંગણી : હેલ્પલાઇન નંબરમાં 80 ટકાથી વધુ ફોન પીઝા અને બર્ગર માટે આવે છે : મોબાઈલ રિચાર્જ માટે પણ કરાઈ છે પૂછપરછ access_time 12:53 am IST

  • થરા હાઈવે પર નશાખોર કાર ચાલક બન્યો બેફામ: રાહદારીઓને અડફેટે લેતા એક બાળક સહિત બે ના ઘટના સ્થળે જ મોત: 8 જેટલા લોકોને ગંભીર ઇજા: ઇજાગ્રસ્તોને સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા: ગાડી ચાલકને થરા પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી access_time 10:40 pm IST

  • ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું પરિણામ: મોડીરાત્રે 1 વાગ્યે મતગણતરીના 18માં રાઉન્ડ બાદ સાંસદ રમેશભાઈ ધડુક,પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ,જયંતીભાઈ ઢોલ, સહિતના દિગ્ગ્જ્જો આગળ : ડો,પ્રમોદભાઈ પટેલ અને કુરજીભાઈ વિરડીયાના છેલ્લા ચાર રાઉન્ડમાં મત વધ્યા : તમામ દિગ્ગ્જ્જો 1400થી વધુ મત મેળવી આગળ :રમેશભાઈ ધડુકને 1520 , જેન્તીભાઇ ઢોલ અને જયરાજસિંહ જાડેજા બંનેને સરખા 1482 મત મળ્યા : મહિલાઓમાં દુર્ગાબેન જોશી અને શારદાબેન ઢોલ આગળ access_time 1:13 am IST