Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

ચોટીલાના મોરસલ ગામે ખનીજ માફિયા દ્વારા ફાયરીંગ

મોરસલની સીમમાં ગેરકાયદે રેતીનો ચીલો અટકાવતા યુવાન ઉપર બે રાઉન્ડ ને ઇજા પહોંચાડી હતી

ચોટીલાઃ ચોટીલા પંથકમાં ગેર કાયદે રેતી ખનનો મોટાપાયે બે રોકટોક કારોબાર ચાલે છે અને ખનીજ માફ્યિાઓ બે લગામ બની રહ્યા છે. મોરસલની સીમમાં ગેરકાયદે રેતીનો ચીલો અટકાવતા યુવાન ઉપર બે રાઉન્ડ ગોળીબાર કરી ઇજા પોહચાડયાનો બનાવ બનતા પોલીસે દોડધામ આદરી છે. આ બનાવની મળતી માહિતી મુજબ શનિવારનાં સવારે રાતડકી ગામનો ૨૪ વર્ષનો યુવાન દેવરાજ ગોકળભાઇ પરમાર મોરસલની સીમમાં આવેલ તેની વાડીએ હતો ત્યારે વાડીની નજીકમાં ભોગાવો નદીના પટમાં સરકારી ખરાબામાં ગેરકાયદે રેતી ખનન માટે ચીલો શરૂ કરવા હબીયાસરના પેથાભાઇ રામભાઈ શિયાળીયા, હિરાસરના દિનેશ નાથાભાઈ પરમાર, રામ દેવશીભાઇ પરમાર આવતા તેઓને અહીયા રેતી ખનનની ના પાડી છતા કેમ આવ્યા તેમ કહી અટકાવતા પેથાભાઇ અને દિનેશભાઈએ તેઓની પાસે રહેલ તમંચા જેવા હથીયારમાંથી બે ગોળીબાર કરી નાસી છુટયા હતા.

ફયરીંગમાં દેવરાજને ઈજા પહોંચતા પ્રથમ ચોટીલા રેફ્રલ હોસ્પિટલ લોહી નિકળતી હાલતમાં લાવવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે. પીએસઆઇ એચ. એલ. ઠાકર, ઇશ્ચરભાઇ રંગપરા ઇજાગ્રસ્તનું નિવેદન લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરવા રાજકોટ હોસ્પિટલ દોડી ગયેલ હતા. ચોટીલા પંથકમાં ખનીજ માફ્યિાઓ દ્વારા ગોઠવવામાં આવેલ નેટવર્ક થકી મોટા પ્રમાણમાં ગેરકાયદેરેતી ખનન અને વહન થાય છે અને હપ્તા સિસ્ટમને કારણે અનેક વિભાગ આંખ આડા કાન કરતા હોવાનું ચર્ચાય છે ત્યારે બે લગામ બનતા ખનનખોરો સામે પોલીસે કડક હાથે કામ લેવુ જોઈએ અને વિસ્તારમાં આવા લોકોથી ફેલાતા ભયના વાતાવરણને રોકવુ જોઈએ તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

(11:52 am IST)
  • ગુજરાતમાં વાહનોમાં પ્રદુષણ નિયંત્રણ માટે સને. ર૦૦૩ માં પીયુસી સેન્ટરો ખોલ્યા પછી સરકાર ૧૬ વર્ષ સુધી કુંભકર્ણ નિંદ્રામાં સુતી રહી, અને હવે કડક નિયમનો અમલ કરાવતા અંધાધૂંધી સર્જાઇઃ સરકારની ઢીલી નિતીને લઇને વાહન ચાલકોએ પણ કયારેય પીયુસી કઢાવ્યા જ નથીઃ ગુજરાતમાં ર૦ લાખ વાહનો પૈકી ૩૦ ટકા વાહનો ચાલકો પાસે જ પીયુષી હશે : સરકારી વાહનો પણ પીયુસી વગર જ દોડતા હશે સરકાર પહેલા તેના વાહનોની તપાસ કરાવે access_time 1:02 pm IST

  • થરા હાઈવે પર નશાખોર કાર ચાલક બન્યો બેફામ: રાહદારીઓને અડફેટે લેતા એક બાળક સહિત બે ના ઘટના સ્થળે જ મોત: 8 જેટલા લોકોને ગંભીર ઇજા: ઇજાગ્રસ્તોને સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા: ગાડી ચાલકને થરા પોલીસે પકડી કાર્યવાહી હાથ ધરી access_time 10:40 pm IST

  • ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો :વાયુસેનાને ઇઝરાયલ પાસેથી મળ્યો સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો: બાલાકોટમાં ઉડાવ્યા હતા આતંકી કેમ્પ: ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-2000 લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરાયા : માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ ગ્વાલિયર પહોંચી હતી. access_time 12:52 am IST