Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

જેતપુરની શિક્ષકે સારા માર્કે પાસ કરાવી દેવાની લાલચ આપીને વિદ્યાર્થીની પાસે બીભત્સ માંગણી કરતા ચકચાર

પોલીસે આરોપી શિક્ષક પ્રવીણ નંદાણીયાની ધરપકડ કરી

જેતપુર : શહેરની મ્યુનિસિપલ કુંભાણી ગર્લ્સ સ્કૂલના શિક્ષકે ધોરણ 12 અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. જેતપુર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી શિક્ષક પ્રવીણ નંદાણીયાની ધરપકડ કરી હતી

 . શિક્ષકે વિદ્યાર્થીનીને સારા માર્કસે પાસ કરાવી દેવાની લાલચ આપીને બિભત્સ માંગણી કરી હતી. જો કે વિદ્યાર્થીનીએ ઘરે જઇને પરિવારજનોને વાતચીત કરતા સમગ્ર હકિકત બહાર આવી હતી.

(8:11 pm IST)