Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સોરઠમાં જુગાર દરોડાઃ વંથલી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનાં પુત્ર સહિત ૭૧ની ધરપકડ

રોકડ સહિત રૂ. ૪,૩૮,૦૪૦નો મુદામાલ કબ્જે

જૂનાગઢ તા. ૧પઃ સોરઠમાં પોલીસે જુગાર અંગે વ્યાપક દરોડા પાડીને વંથલી તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખનાં પુત્ર સહિત ૭૧ શખ્સોને પાંચમનો જુગાર રમતા રૂ. ૪,૩૮,૦૪૦ના મુદામાલ સાથે ઝડપી લેતા જુગારી આલમમાં હલચલ મચી ગઇ છે.

જૂનાગઢ જિલ્લામાં જુગાર સહિતની અસામાજિક પ્રવૃતિને ડામી દેવા આઇ.જી. સુભાષ ત્રિવેદીનો આદેશ અને એસ.પી. સૌરભસિંઘની સુચનાથી ગત રાત્રે પોલીસે જુગાર દરોડાનો દોર હાથ ધર્યો હતો.

જેમાં વંથલીના પી.એસ.આઇ. જાડેજાના માર્ગદર્શન નીચે પોલીસ કર્મી સૃુમિત રાઠોડ વગેરેએ ટીકર ગામે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે રમેશ જીણા કોરડીયા, વિક્રમ ધના ભેટારીયા, જગદીશ ભીમશી ભેટારીયા, શૈલેષ નારણ ભેડા, કાના નેહરા પેટારીયા અને નિલેશ છગન વઘેડીયા સહિત છ જણાને રૂ. ૩૦૪૩૦ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

આ જુગારીઓમાં જગદીશ ભેટારીયા વંથલી તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખનો પુત્ર હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

આજ પ્રમાણે વંથલીનાં એએસઆઇ આર. ડી. સોલંકીએ શાપુરમાં જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતાં ઓસમાણ ઉમર અને યુનુસ ઇબ્રાહીમ સહિત ૧ર શખ્સોને રૂ. ર૬૧૬૦ સાથે પકડી લીધા હતા.

તેમજ વંથલીના પોલીસ કર્મી ખીમજીભાઇ સિસોદીયાએ ટીકર ગામેથી મોહન ટપુ કોરડીયા, નારણ દેવાયત ભેટારીયા વગેરે ર જણાને રૂ. ૧૩પ૩૦ની રોકડ સાથે જુગાર ખેલતા પકડી પાડયા હતા.

ઉપરાંત વંથલીના પોલીસમેન રવિ પરમાર વગેરેએ વીંટીયા ગામે નૈતિક નરસી કોઠડીયાનાં ઘરે જુગાર દરોડો પાડીને નૈતિક તેજા, અમૃત જેન્તી, જગદીશ કરશન, પંકજ મગન, વગેરે ૧પ રૂ. ૪૪૧પ૦ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી લીધા હતા.

જૂનાગઢ તાલુકાના પી.એસ.આઇ. લકકડનાં માર્ગદર્શન હેઠળ વડાલમાં પોલીસ કર્મી મજીદખાન પઠાણ વગેરેએ દરોડો પાડીને જાહેરમાં જુગાર ખેલતા રસીક ઉકા દોમડીયા સહિત ૭ જણાને રૂ. ૧,૦૦,૪૪૦નાં મુદામાલ સાથે પકડી પાડયા હતા.

તેમજ જમાદાર કે. બી. ડોબરીયાએ જુનાગઢના ગલીયાવાડા ગામે રેડ પાડીને સુરેશ મોહન દોંગા, જગદીશ બાબુ મોણપરા વગેરે ૧૦ શખ્સોની રૂ. ૧,૬૧,૭પ૦નાં મુદામાલ સાથે જુગાર રમવા સબબ ધરપકડ કરી હતી.

બાંટવાના પોલીસમેન સંજય ગલે એકલેરા ગામમાંથી માનસિંગ પીઠા સહિત ૪ જણાને રૂ. ૭૮૦૦ સાથે જુગાર રમતાં પકડી પાડયા હતાં.

તેમજ બાંટવાના જમાદાર એમ. વી. મારૂએ આંબેડકરનગરમાં રહેતા મામા ભોજાનાં ઘરે દરોડો પાડીને ૬ જુગારીની રૂ. રપ,પ૦૦ના મુદામાલ સાથે ઘોડી પાસાનો જુગાર રમતા પકડી લીધા હતા.

ઉપરાંત મેંદરડાનાં પોલીસ કર્મી વિક્રમ ડાંગર વગેરેએ અમરગઢ ગામમાંથી જયરાજ ભનુ વાંક સહિત ૧૦ જણાને રૂ. ૩૧,૪૩૦ સાથે અને મેંદરડા ગોવિંદ નાથા ડાભી સહિત ૯ જણાને રૂ. ૧૦ર૮૦ સાથે જુગાર રમતા પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (૭.૩૧)

 

(3:52 pm IST)
  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST

  • અમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST