Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

જામકંડોરણાના તરવડાની સીમમાં જૂગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

ધોરાજી તા. ૧પ :.. જેતપુરના ડીવાયએસપી જે. એમ. ભરવાડને મળેલ પૂર્વ બાતમીના આધારે ડીવાયએસપી ભરવાડ જામકંડોરણાના પીએસઆઇ ગોજીયા સહિતનાઓએ મોડી રાત્રે તરવડા ગામની સીમમાં વાડીની ઓરડીમાં જૂગાર રમી રહેલા જૂગારીઓને ને પકડી પાડેલ હતા અને તેની પાસેથી રૂ. ૪૬૦૦૦ રોકડા, ૩૪૦૦ ના ૬ મોબાઇલ અને ત્રણ મોટર સાયકલ પપ૦૦૦ મળી કુલ ૧,૦૪પ૦૦ ના મુદા માલ સાથે કમલેશ પુના ગજેરા, મનોજ હરસુખ માડલીયા, મુકેશ કાળા સીપારા, મનુભાઇ લીબાભાઇ રાઠોડ, કેશા સવજી કુમાર ખાણીયા, ભવાન બચુ ધોકીયા, જૂગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય હતી.

આ બનાવની કાર્યવાહીમાં ડીવાયએસપી જે. એમ. ભરવાડ, પીએસઆઇ ગોજીયા, વિજયસિંહ જાડેજા, દેવરાજભાઇ ચાવડા, યુવરાજસિંહ ગોહીલ, સહિતનાઓ કાર્યવાહીમાં સામેલ હતાં. આ બનાવ અંગે તપાસ બીટ જમાદાર વિજયસિંહ જાડેજા તપાસ ચલાવે છે. (પ-૧૩)

 

(12:42 pm IST)
  • ઉ.પ્ર.ના આઝમગઢમાં આંબેડકર પાર્કમાં આંબેડકરજીની મૂર્તિ સાથે ચેડાઃ તોડ ફોડઃ પોલીસ દ્વારા નરાધમોને ઝડપી લેવા પ્રયાસોઃ મૂર્તિ નવી મૂકવા તજવીજ હાથ ધરાઈ access_time 11:58 am IST

  • સાવરકુંડલાના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ:અડધો ઇંચ વરસાદ ખાબકતા ઘોબા ની બજારો થઈ પાણી પાણી:ખેડૂતો માટે આશીર્વાદ સમાનનો વરસાદ:રસાદને કારણે ખેડૂતોમાં ખુશહાલી access_time 8:28 pm IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST