Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ઉપલેટાના ખારસીયા શહિદ ગામમાં યુવતિનો આપઘાત

ઉપલેટા તા. ૧પ : ખારસીયા શહિદ ગામના કોળી મનસુખભાઇ વાઘોડીયાની પુત્રી સેજલબેન ઉ.૧૯ વાળીએ ગળે ફાંસો ખાઇ જતા મરનાર યુવતીની ડેડ બોડી ઉપલેટા કોટેજ હોસ્પીટલમાં આવતા ફરજ ઉપરના ડોકટરએ પોલીસમાં જાણ કરતા ઉપલેટા પો.જ.હમીરભાઇ કાગળો કરીને વધુ તપાસ માટે ભાયાવદર પોલીસને જાણ કરેલ છે.

ફરિયાદ

ઉપલેટા અહિયા ગાંધીચોકમાં ટ્રાફીકને નળતર રૂપ રેકડી રાખીને ધંધો કરતા ત્રણ વેપારી સામે પોલીસે ગુનો દાખલ કરેલ છે. જેમાં રફીક ઓસમાણ ચોવટીયા, મૂન્ના મજીદ કુરેશી, ઇલીયશ ઇસ્માલ સીપાઇની સામે ગુનો દાખલ કરેલ છે.

 

(12:42 pm IST)