Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ભૂજમાં એસ.ટી. બસ હડફેટે ICICI બેન્કનાં ડેપ્યુટી મેનેજરનું મોત

ભુજ, તા. ૧પ :  ભુજમા એસટી બસે બાઇકને હડફેટે લેતા ૨૭ વર્ષીય આશાસ્પદ યુવાન નું મોત નીપજયું હતું. પોલીસ ના જણાવ્યા પ્રમાણે મુન્દ્રા થી ભુજ આવતી એસટી બસે બાઇકને હડફેટે લીધી હતી જેમાં બાઈકસવાર જુમા ઇસ્માઇલ કુંભાર (ઉ.૨૭) નું મોત નીપજયું હતું. મૃતક યુવાન ભુજ નજીકના બળદીયા ગામનો રહેવાસી હતો અને ભુજ ની આસીઆઇસીઆઈ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરતો હતો. દરરોજ બળદીયા થી ભુજ બાઇક ઉપર નોકરી માટે આવતા આશાસ્પદ યુવાન ના અકસ્માત મોતને પગલે કુંભાર સમાજ અને બળદીયા ગામ માં શોકનું મોજું ફરી વળ્યું છે.

 નખત્રાણામાં પ્રૌઢ પોલીસ કર્મચારીનો આપદ્યાત

(ભુજ) નખત્રાણા માં એએસઆઈ તરીકે ફરજ બજાવતા અને નિવૃત્ત્િ। ના આરે પહોંચેલા પ્રૌઢ પોલીસ કર્મચારીના આપદ્યાત ના બનાવે અરેરાટી સાથે ચકચાર સર્જી છે. રાજનાથ મુનશી યાદવ નામના ૫૬ વર્ષીય એએસઆઈ પોતાના પોલીસ કવાર્ટર ના મકાન માં ગળે ફાંસો ખાધેલી હાલત માં મૃત મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ નખત્રાણા ફોજદાર બોડાણા અને સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. જોકે, આપદ્યાતનું કારણ જાણવા મળ્યું નથી. પણ, ભુજ, મુન્દ્રા અને અન્ય સ્થળોએઙ્ગ નોકરી કરી ચૂકેલા સીનીયર પોલીસ કર્મી ના આત્મહત્યાં ના બનાવે કચ્છના પોલીસ બેડામાં અરેરાટી સર્જી છે.

રેતી માફિયાઓ વિરુદ્ઘ પોલીસનો સપાટો-મુંદરા માં ૧૦ શખ્સો સાથે ૩૮ લાખના વાહનો ઝડપાયા

(ભુજ) હબાય(ભુજ) મા રેતી ચોરીના મામલે થયેલ જૂથ અથડામણ અને હત્યાના બનાવ ને પગલે આઈજી ડી.બી. વાદ્યેલાની સુચનાને પગલે પશ્યિમ કચ્છ ડીએસપી મહેન્દ્ર ભારાડાએ વિવિધ સ્થળોએઙ્ગ રેતી ચોરીઙ્ગ કરનારા શખ્સો ના નામજોગ પરિપત્ર જાહેર કરીને જેતે પોલીસ સ્ટેશન ની હદ માં આવતા રેત માફિયાઓ વિરુદ્ઘ પોલીસને પગલાં ભરવા તાકીદ કરી હતી. જોકે, પરિપત્ર ના એક અઠવાડિયા બાદ મુંદરા પલ્લીસને બદલે એલસીબી એ સપાટો બોલાવીને મુંદરા ના કપાયા ગામે ચાલતું રેતી ચોરી નું કૌભાંડ પકડી પાડ્યું છે. મંગરા ગામના ચન્દ્રસિંહ વિરમજી જાડેજા ની આગેવાની નીચે ચાલતા રેતી ચોરી કૌભાંડમાં પોલીસે વિનોદ દામજી ધુવા, રવિ હિરજી મહેશ્વરી, તૌસિફ ગુલમામદ તુર્ક, શંકર કાનજી ધેડા, હનીફ દાઉદ સાંધ, ઇરફાન દાઉદ સાંધ, જયેન્દ્રસિંહ સામતજી પીંગળ, સીદીક અલીમામદ જુણેજા, હરેશ જયસંગ જોગી એ બધાની ધરપકડ કરી છે. સાથે એક લોડર, એક ડમ્પર, સાત ટ્રેકટર અને ૩૨ ટન રેતી સહિત કુલ ૩૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.(૯.૭)

(12:41 pm IST)