Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કોડીનારના સરખડી પાસે ટ્રોલી સાથે મોટર સાયકલ અથડાતા ધવલ ભટ્ટનું મોત

કોડીનાર તા. ૧પઃ તાલુકાના સરખડી ગામના પાટિયા નજીક મોટર સાઇકલ ટ્રોલી સાથે અથડાતા મોટર સાઇકલમાં સવાર યુવકનું કરૂણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટનાની વિગત મુજબ ધવલભાઇ કૃષ્ણકુમાર ભટ્ટ અને કરણ મનુભાઇ વાળા તેમની મોટર સાઇકલ લઇને સરખડી જઇ રહ્યા હતા ત્યારે સરખડી ગામના પાટિયા નજીક મોટર સાઇકલ ટ્રોલી સાથે અથડાતા ધવલભાઇ ભટ્ટ ફંગોળાઇ જતા ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે વેરાવળ દવાખાને ખસેડતા ત્યાં ફરજ પરના ડોકટરે ધવલ કૃષ્ણકુમાર ભટ્ટ ને મૃત જાહેર કરતા તેમનો મૃતદેહ કોડીનાર સરકારી દવાખાને પી.એમ.મ ાટે ખસેડેલ છે. જયારે કરણ મનુભાઇ વાળા ને પણ ઇજા થતાં કોડીનાર અંબુજા હોસ્પિટલે સારવારમાં ખસેડેલ છે. (૭.ર૩)

(12:41 pm IST)