Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ભાવનગરમાં અંડર ગ્રાઉન્ડ પાણીનાં ટાંકામાંથી દારૂની ૧ર૧ પેટી ઝડપાઇ

ભાવનગર તા. ૧પ :.. ભાવનગરમાં ખુલ્લા પ્લોટનાં અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

પૂર્વ બાતમીને આધારે સિહોર પોલીસે સિહોરની એકતા સોસાયટીમાં આવેલ પડતર ખુલ્લા પ્લોટની અંદર ચાર ફુટની ઉંડાઇમાં બનાવેલા ટાંકામાંથી વિદેશી દારૂની ૧ર૧ પેટી (૧૪પર બોટલ) કિંમત રૂ. ૪૩પ૬૦૦ ઝડપી લીધો હતો.

અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી દારૂ ઝડપાતાં પોલીસ ચોંકી ઉઠી હતી અને આટલો મોટો જથ્થો કોનો છે ? અને કયાંથી ઉર્તાયો હોવા અંગે તપાસ હાથ ધરી છે.

જૂગાર રમતાં ઝડપાયા

વલ્લભીપુર તાલુકાનાં દરેડ ગામે જાહેરમાં જૂગાર રમતા જગદીશ કરમશી, જયેશ બાબુ સોલંકી, વેલજી તળશીભાઇ, હિંમત કાનજીભાઇ અને જીજ્ઞેશ લઘુભાઇ કોળી નામનાં છ શખ્સોને રોકડ રૂ. ૧૩૭૮૦ અને જૂગારનાં સાહિત્ય સાથે ઝડપી લીધા હતાં. (પ-૧ર)

(12:41 pm IST)