Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશ મહોત્સવમાં દર્શન-પૂજનનો લાભ લેતા ભાવિકો

ગામે-ગામ ગણપતિ મહારાજની સ્થાપના કરીને ધૂન,ભજન,કિર્તન,મહાઆરતી,મહાપ્રસાદના કાર્યક્રમો

પ્રથમ તસ્વીરમાં ધારીમાં અને બીજી તસ્વીરમાં ધોરાજીમાં બિરાજમાન શ્રી ગણેશજી નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : કાંતીભાઇ જોશી (ધારી), ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી)

રાજકોટ તા.૧૫ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગણેશ ચતુર્થીના દિવસથી ગામે ગામ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન-પૂજનનો લાભ લઇ રહ્યા છે.

ગણેશ મહોત્સવ અંતર્ગત ગણપતિ મહારાજની સ્થાપના કરીને જૂદી જૂદી સંસ્થાઓ, મંડળો, પરિવારજનો દ્વારા ધૂન, ભજન, કિર્તન, મહાપ્રસાદ, મહાઆરતી સહિત અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ધારી

ધારી : શહેરમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ગણેશજીની શ્રધ્ધા અને ભાવપુર્વક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સ્થાપના કરવામાં આવેલ છે. જેમાં ખાસ આબેહુબ દુંદાળા દેવની ચંદ્રમૌલેશ્વર મંદિરે ગણપતિદાદાની સ્થાપના ડિજેના સંગીત સાથે કરવામાં આવેલ છે.

જેમાં મુખ્ય આયોજક ધારીના ઉપસરપંચ જીજ્ઞેશભાઇ ગોસાઇ, કાળુભાઇ, અશ્વિનભાઇ, રૂપારેલીયાભાઇ, પત્રકાર ઉદયભાઇ ચોલેરા અને વિદ્વાન શાસ્ત્રી અનિરૂધ્ધભાઇ વગેરે નજરે પડે છે. ચંદ્રમૌલેશ્વરના કુવર ભગવાન ગણેશજીની મુર્તી મહાકાય સ્વરૂપમાં ૩૦૦ કિલોના ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ છે.

બજરંગગૃપના રાજા જીપીબી હાઇસ્કૂલ પાસે લાઇટના ડેકોરેશન ભવ્ય પંડાલમાં બજરંગગૃપ કા રાજા ભગવાન ગણેશજીની પરેશભાઇ, ભરતભાઇ, અનિલભાઇ, અશોકભાઇ, જયભાઇ, શરદભાઇ, દિનેશભાઇ વગેરે ગૃપના સભ્યો દ્વારા સ્થાપના કરવામાં આવેલ છે. ધારી શહેરમાં શિવાલય કોમ્પલેક્ષ હવેલી સામેના કોમ્પલેક્ષ, મણી એકસપોર્ટની બાજુમાં વસાણી વગેરે ૩૮ થી વધારે પરા વિસ્તાર સહિત ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ છે.

ધોરાજી

જૂનાગઢ રોડ ખાતે લોહાણા મહાજન વાડી ખાતે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે લોહાણા સમાજની મહિલાઓ દ્વારા ભવ્ય ગણેશજીની મુર્તીનુ સ્થાપન કરવામાં આવેલ હતુ. આરતી પુજા અર્ચન કરીને ગણેશજીનું સ્થાપન કરાયેલ હતુ. તેમ ધોરાજી લોહાણા મહાજન વાડીના પ્રમુખ રમેશભાઇ કાછેલાની યાદીમાં જણાવે છે. સાથે યાદીમાં જણાવેલ છે કે લોહાણા મહાજન વાડી ખાતે અલગ અલગ પ્રસાદી અને અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે.(૪૫.૧૦)

 

(12:37 pm IST)