Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

રાણાવાવના બોરીયાનેસમાં રબારી પિતા-પુત્ર પર તલવાર-ધારીયાથી હુમલો

ગાળો બોલવાની ના પાડતાં ડખ્ખોઃ બંનેને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૫: રાણાવાવના બોરીયાનેસ ગામે સિમેન્ટ ફેકટરી પાસે રહેતાં રબારી પિતા-પુત્ર પર રાત્રીના રબારી શખ્સોએ તલવાર, ધારીયા, કાચની બોટલથી હુમલો કરી ઇજા કરતાં બંનેને રાણાવાવ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

બારવણ નેસમાં રહેતાં આલાભાઇ વસ્તાભાઇ (મોરી) રબારી (ઉ.૫૫) અને તેનો પુત્ર બાલુ આલાભાઇ મોરી (રબારી) (ઉ.૨૩) રાત્રે સાડા નવેક વાગ્યે ગામમાં પાનની દૂકાન પાસે હતાં ત્યારે પુંજા વીરાભાઇ મોરી, ગલ્લા કરણાભાઇ અને વીરા કરણાભાઇએ આવી ઝઘડો કરી સશસ્ત્ર હુમલો કરતાં માથા-શરીરે ઇજા થતાં રાજકોટ દાખલ કરવામાં આવ્યા છે. પુંજા સહિતનાએ ગાળાગાળી કરતાં હોઇ ના પાડતાં આ હુમલો થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. (૧૪.૫)

 

(12:34 pm IST)
  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST

  • વડોદરામાં જળ શુદ્ધી માટે ફટકળીના ગણપતિ બનાવાયા access_time 12:12 am IST