Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

પોરબંદર જિલ્લાનાં ૪૮૯ મતદાન મથક પર આવતીકાલે મતદારયાદી સુધારણા કામગીરી

પોરબંદર તા.૧૪, તા.૧૬ સપ્ટેમ્બર, નાં રોજ પોરબંદર જિલ્લાના કુતિયાણા અને પોરબંદર વિધાનસભા વિસ્તારમાં આવતા કુલ ૪૮૯ મતદાન મથક પર બી.એલ.ઓ. સવારે ૧૦-૦૦ થી સાંજના ૦૫-૦૦ કલાક સુધી બેસી મતદારયાદી સુધારણા સબંધીત કામગીરી સંભાળશે. જેમાં તા.૦૧-૦૧-૧૯નાં રોજ ૧૮ વર્ષ પુરા થતાં હોય તેવા યુવા મતદારોનાં નામ ઉમેરવા ઉપરાંત મતદારયાદીમાં નામ સુધારણા ફેરફાર સહિતના જરૂરી ફોર્મ ભરી મતદારયાદી સુધારણાની કામગીરી કરશે.

સમગ્ર રાજયની સાથે ૧૫ ઓકટોબર સુધી પોરબંદર જિલ્લામાં મતદારયાદી સુધારણાની કામગીરી કરવામાં આવશે પરંતુ ખાસ ઝુંબેશના સ્વરૂપે તા.૧૬-૦૯-૧૮નાં રોજ બુથ લેવલ ઓફીસર (બી.એલ.ઓ.) તેમને સોંપેલ મતદાન મથકે બેસી આ કામગીરી સંભાળશે. આથી તમામ સબંધીતોને મતદાર યાદીમાં નામ ઉમેરવા ફેરફાર કરવા મતદાન મથકે બી.એલ.ઓ.નો સંપર્ક સાધવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પોરબંદર શ્રી ચૌધરીની  યાદીમાં જણાવાયું છે. ઉપરાંત પોરબંદર વિધાનસભા મતવિસ્તારનાં બુથ લેવલ ઓફીસરોને આજે માધવાણી કોલેજ પોરબંદર ખાતે મતદારયાદી સુધારણા સંદર્ભે નાયબ કલેકટરશ્રી બાટી દ્રારા તાલીમ પણ આપી હતી. (૯.૪)

(12:33 pm IST)