Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

મેંદરડાના માલણકાની યુવતિનું ભૂલથી ઝેરી પાણી પીતા મોત

જુનાગઢમાં પ્રૌઢનું પડી જવાથી મૃત્યુ

જુનાગઢ, તા. ૧પ : મેંદરડા તાલુકાના માલણકા ગામે રહેતી બીનાબેન ભીખુભાઇ દરબાર (ઉ.વ.રર) નામની યુવતી તેની વાડીએ ચા બનાવતી હતી ત્યારે બાજુમાં પડેલ ઝેરી જંતુનાશક દવાવાળુ પાણી ભૂલથી પી જતા તેનું કરૂણ મૃત્યુ નિપજયું હતું.

જયારે જુનાગઢમાં હાઉસીંગ બોર્ડ કોલોનીમાં રહેતા રાજેશભાઇ લીલાધર (ઉ.વ.પ૦) નામના પ્રૌઢનું પોતાના ઘરે અકસ્માતે પડી જતાં ઇજા થવાથી મૃત્યુ થયું હતું.(૮.૮)

(12:31 pm IST)