Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી માં સરકારની ભેદભાવની નીતિ : રાજકોટ જિલ્લા કોંગ્રેસનો આક્ષેપ

ગોંડલ, તા.૧પ (જીતેન્દ્ર આચાર્ય દ્વારા): ગોંડલના વોરા કોટડા ગામે રહેતા અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા ભાવેશભાઈ ભાષાએ ગુજરાત રાજય પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ તેમજ ડી.ડી.ઓ ને પત્ર લખી જણાવ્યું છે કે સરકારના મહેસુલ વિભાગના એક અધિકારીએ રેવન્યુ તલાટી ને તલાટી કમ મંત્રી માં મર્જ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય નામદાર હાઈકોર્ટમાંથી સ્ટે મેળવેલ છે આ અંગે કાર્યવાહી થવી જોઇએ નહીંતર પંચાયતી રાજ ગ્રામ પંચાયત રાજ લોકશાહી ખતમ થઇ જશે.

તમામ કામો નુ સરકારીકરણ થઈ જશે અને ગ્રામ પંચાયતનું કોઈ મહત્વ રહેશે નહીં સરકારે ભૂતકાળમાં નહીં બન્યું હોય તેવું રેવન્યુ તલાટી નું જોબચાર્ટ નક્કી કર્યા સિવાય નિમણૂકો આપેલ છે દર વર્ષે સરકાર સો કરોડ ઉપર પગાર વગર કામે ચૂકવે છે કારણકે ગામલોકોએ કયારેક કોઈ રેવન્યુ તલાટી ને ગામડાઓમાં સર્વે કરતાં જોયેલ નથી અને ડાયરીઓમાં ખોટી નોંધ કરેલ છે જેમ ખોટી જમીન માપણી કરવામાં આવી હોય તે રીતે અને પંચાયત મંત્રી ને ગામડા ની અંદર નાના-મોટા દાખલા થી માંડી સરકારી યોજનાઓ તાલુકા પંચાયતે મીટીંગો ગામડે ચાલતા વિકાસ ના કામો વિગેરે મોટુ ભારણ ઉપાડતા હોય છે તો પણ ફરજ કરતા વધારે ગામનો ચાર્જ આપવામાં આવે છે જેથી આ માટે રાજયના હિતમાં રાજય સરકારે રાજય તથા રાજયની પ્રજાના હિતમાં સરકારે તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ સરકાર આ બાબતે નક્કર પગલાં નહિ ભરે તો લોકોને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.(૯.૮)

 

(12:31 pm IST)