Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ભાવનગરમાં પેટ્રોલનો ભાવ 82,18 રૂપિયાએ પહોંચ્યો : રાજ્યમાં સૌથી વધુ :રાહત આપવા સરકારનો નનૈયો

   ફોટો bhav

રાજકોટ :પેટ્રોલ ડીઝલમાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલમાં 24 પૈસાનો વધરો ઝીંકાયો છે. અને હજુ પણ કિંમત વધુ વધે તેવા એંધાણ છે.રાજ્યમાં પ્રતિ લીટર પેટ્રોલે 82 રૂપિયાની કિંમત વટાવી દીધી છે ડીઝલ પણ 80 રૂપિયાની સપાટી કુદાવી છે.

  રાજ્યમાં સૌથી વધુ કિંમત ભાવનગરમાં છે. ભાવનગરમાં પ્રતિ લીટર પેટ્રોલ 82.18 રૂપિયા અને ડીઝલ 80.32 રૂપિયા પર પહોંચ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં પેટ્રોલ 80 રૂપિયા પર પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય પરિબળોની અસરને કારણે તેલની કિંમતોમાં ઘટાડાની કોઈ આશા દેખાતી નથી. ગુજરાત સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં હાલ કોઈ રાહત નહીં મળે.

(12:24 pm IST)