Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સાવરકુંડલાના યુવકનું રેલ્વે ટ્રેક ઉપરથી પડી જવાથી મોત

અમરેલી તા. ૧૪ : સાવરકુંડલાના કેવડાપરામાં ગાયત્રી મંદિર પાસે રહેતા મેહુલ રમેશભાઇ ચૌહાણ નામના યુવાનનું ગાધકડા ગામ પાસે ધોળા તરફ જથી ટ્રેનના રેલના પાટા ઉપર પડી જતા કપાઇ જતા તેનું મોત નિપજયાનું સાવરકુંડલા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

રાજુલા કુંડલીયામાં ચુલામાં ભડકો જતા દાઝી જતા મોત

રાજુલાના કુંડલીયામાં રહેતી હર્ષાબેન વાઘાભાઇ સોલંકી પોતાના ઘેર ચુલામાં આ બનાવતી હતી ત્યારે ચુલામાં કેરોસીન રેડતા ભડકો થતા દાઝી જતા તેનું મોત નિપજયાનું રાજુલા પોલીસમાં જાહેર થવા પામ્યું હતું.

 વિજપડી નજીક સામ સામે બાઇક અથડાતા દંપતિ ખંડીત

સાવરકુંડલાના વિજપડી હાડીડા ગામ વચ્ચે બાઇક લઇ બોકડી ગામે જઇ રહેલ ખાંભાના તાતણીયા ગીરના ભીમા-ગભાભાઇના માતા પિતાના બાઇક સાથે સામેથી આવતા એક અજાણ્યા બાઇક સવારે પોતાનું બાઇક અથડાવી ગભાભાઇનંુ મોત નિપજાવી નાસી ગયાની ફરીયાદ થવા પામી હતી.

બાબરામાં બે બાઇક ચોરાયા

બાબરામાં રહેતા સહેજાદ બહાદુરભાઇ ગાંગાણીનું દોઢ વર્ષ પહેલા જમાનત ખાતે સ્તુતી કરવા ગયેલ ત્યારે પાર્ક કરેલ હોન્ડા જી.જે.૧૪ એન ૩૪પ૪ કિ. રૂ.૧૦,૦૦૦ નું કોઇ ચોરી કરી લઇ ગયાની જયારે બાબરામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા પાસે પાર્ક કરેલ વશરામ કુવરભાઇ મુંધવાનું હોન્ડા સ્પ્લેન્ડર નં. જી.જે.૦૩ ડી.સી.રરપ૭ કિ. રૂ.૧પ૦૦૦ નું કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ થવા પામી હતી.

સાવરકુંડલામાં વૃધ્ધાના ગળામાંથી સોનાનો ચેઇન સેરવી ગયા

સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર રહેતી વૃધ્ધા નિર્મળાબેન ભીખાભાઇ કોટેચાના ગળામાં પહેરેલ સોનાનો ચેન રીક્ષા ચાલક રીક્ષા નં. જીજે.૩ એ ઝેડ પર૩૧ તથા એક સફેદ શર્ટ પહેરલ છોકરો અને બેથી ત્રણ અજાણી મહિલા મળી હું તમને ઓળખુ છું કહી રીક્ષામાં બેસાડી કિ. રૂ.૩પ૦૦નો ચેઇન સેરવી ગયાની ફરીયાદ થવા પામી હતી.

(3:47 pm IST)
  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST