Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ભાવનગરના બાડી–પડવા સહિતના બાર ગામના ખેડૂતો જમીન સંપાદનના મુદ્દે ગણપતિના શરણે

ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા જ્યાં આંદોલન શરુ થયું હતું ત્યાં પડવા મઢુલીએ ગણનાયકની પ્રતિષ્ઠા ;દરરોજ આરતી અને રામધૂન

ભાવનગરના બાડી પડવાના ખેડૂતોની જમીન સંપાદના મુદ્દાને લઇને દુંદાળા દેવ ગણપતિના શરણે આવ્યા છે. બાર ગામના ખેડૂતો દ્વારા તેમના આંદોલનને સફળ બનાવવા ગણપતિની આરાધના શરૂ કરી  છે. ભાવનગરના બાડીપડવા સહિતના બાર ગામના ખેડૂતો જમીન સંપાદનના મુદ્દે હવે ગણપતિના શરણે આવ્યા છે.

ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલનની શરૂઆત થઈ હતી. તે પડવા મઢુલી ખાતે ગણનાયક દેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બાર ગામના ખેડૂત આગેવાનોએ ગણપતિની આરતી કરી રામધૂન પ્રાર્થના કરી હતી.

તંત્ર દ્વારા ગણેશ ઉત્સવ જેવો ધાર્મિક કાર્યક્રમ કરવાની પણ ના પાડવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિકો દ્વારા તંત્ર સાથે સંઘર્ષ કરીને ગણેશજીની સ્થાપના કરવામાં હતી. ઘોઘા મામલતદાર અને પોલિસન ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેનર હટાવી લેવાનું કેહવામાં આવ્યુ હતુ. પાછળથી આ બેનર હટાવી દેવામાં આવ્યું હતું.

(1:18 pm IST)