Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ગોંડલના અક્ષરધામ, અંબિકાનગર તેમજ રાધાકૃષ્ણ નગરમાં સીસી રોડનુ ખાતમુહૂર્ત

ગોંડલ નગરપાલિકા દ્વારા અક્ષરધામ સોસાયટી ખાતે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે સી.સી.રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે પાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા બાંધકામ શાખાના ચેરમેન ચંદુભાઇ ડાભી સહિતના સદસ્યો હાજર રહ્યા હતા સાથો સાથ સ્ટેશન ખાતે આવેલ અંબિકાનગર તેમજ જીઇબી પાસે આવેલ રાધાકૃષ્ણનગર ના પણ રોડ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે પ્રસંગની તસ્વીર.

(12:37 pm IST)