Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

હળવદના અજીતગઢ ગામે સીઝ કરાયેલી ૩૫ હજાર ટન રેતીની હરરાજી કરાઇ

હળવદ, તા.૧૪:  તાલુકાના અજીતગઢ ગામે સીઝ કરાયેલી ૩પ હજાર ટન રેતીની આજે જાહેર હરરાજી કરવામાં આવી હતી. જેમાં સરકારી તિજારીમાં રપ.૬૦ લાખથી વધુ રકમની જમા થશે.

તાજેતરમાં જ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના અજીતગઢ ગામે રેતીના સટ્ટાઓ સીઝ કરવામાં આવ્યા હતા. જે રેતીની માપણી કરતા ૩પ હજાર ટન રેતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે જિલ્લા ખાણખનીજ વિભાગના અધિકારી યુ.કે.સિંઘ, હળવદ મામલતદાર વી.કે.સોલંકી સહિત પોલીસ અધિકારીઓની હાજરીમાં જાહેર હરરાજીનો ભાવ બોલાયો હતો. જેમાં ૩પ હજાર ટન રેતીનો જથ્થો વિવિધ ૧૦ લોકોએ ખરીદ્યો હતો.

 જયારે બીજી તરફ જિલ્લાના અધિકારીઓ દ્વારા રેત માફિયાઓએ ભેગી કરેલી રેતીના સટ્ટાની જાહેર હરરાજી બોલાતા રેત માફિયાઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. પંથકમાં સફેદ રેતીનો પાછલા દ્યણા સમયથી કાળો કારોબાર બેફામપણે ચાલતો હતો જેના પર જિલ્લા ખાણ ખનિજ અને હળવદ પોલીસ દ્વારા ઘોંસ બોલાવાતા રેતી ચોરી પર મહદઅંશે રોક લાગી જવા પામી છે.(૨૨.૨)

(12:34 pm IST)