Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પોરબંદરની ડો. ગોઢાણીયા બી.એડ કોલેજમાં સ્વયં શિક્ષણ દિનની ઉજવણી

પોરબંદર તા.૧૪: માલદેવજી ઓડેદરા સ્મારક સંચાલીત ડો.બી.આર. ગોઢાણીયા બી.એડ્ કોલેજ ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં કોલેજના બી.એડ્ના ૨૦૦ વિદ્યાર્થી માંથી રપ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉમંગભેર ભાગ લઇ શિક્ષકદિન ઉજવ્યો છે.

વિદ્યાર્થીઓએ એક દિવસ માટે આખી મેનેજમેન્ટ કમિટી બનાવી હતી. પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા તરીકે ગોેતમ જોષી, કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડા તરીકે નેહલબેન ઓડેદરા, કેમ્પસ ડાયરેકટર સંકેતભાઇ જોષી ભરતભાઇ કાંબલીયા, પ્રિન્સીપાલ હિનાબેન ઓડેદરા તરીકે ક્રિષ્નાબેન મેકવાણા, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ તરીકે અસ્મિતાબેન ઓફિસ સુપરિન્ટેન્ડટ બાલુભાઇ ઉપાધ્યાય તરીકે એકતાબેન રાઠોડ, ગ્રંથપાલ તરીકે અંજલીબેન વેગડા, વેજાભાઇ મકવાણા, પટ્ટાવાળા હંસાબેન તરીકે સંતોકબેન પરમાર, વિજયભાઇ તરીકે મહેશભાઇ મોકરીયા સહિત ૨૧ અધ્યાપકો તરીકે વિદ્યાર્થીઓએ અધ્યાપકની ભુમિકા ભજવીને શિક્ષકદિનની સાચા અર્થમા ઉજવણી કરાઇ હતી.

 બી.એડ્ નીવિદ્યાર્થીની જયશ્રીબેન નકુમે ગુરુ મહિમા વર્ણવતું ભજન પ્રસ્તુત કર્યુ હતું. શિક્ષકના પવિત્ર વ્યવસાયની ગરિમા પર શ્રી સિંધવ ડિમ્પલ બેને વાર્તાલાપ આપેલ હતો.

કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડાએ સોૈન અભિનંદન આપીને જણાવ્યું હતું શિક્ષકનો વ્યવસાય પવિત્ર છે. ત્યારે શિક્ષક બનવું એ ગોૈરવ લેવા જેવું છે સૈનિક કરતા સાચા શિક્ષક દ્વારા થયેલ ભુલ રાષ્ટ્રને વધુ નુકસાનકારક છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદનું સિંચન કરવા પર્યાવરણ, અંધશ્રધ્ધા, ભ્રષ્ટાચાર જળસંચય જેવી રાષ્ટ્રની તમામ મહત્વની બાબતો જાગૃતિ લાવવા સાથે સમાજ પ્રત્યેની પોતાની સવિશેષ જવાબદારી અદા કરવાની શિક્ષકોને અપિલ કરી હતી. આચાર્યા હિનાબેન ઓડેદરાએ વિદ્યાર્થીઓને પ્રિન્સીપાલથી માંડીને પટ્ટાવાળા સુધીની કામગીરી એક દિવસ નિભાવી તે માટે સોૈને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં પ્રા. જાનકીબેન જોષી, પ્રા. બંસીબેન ઠાકર, રક્ષાબેન પંડયા, દર્શનાબેન સાગોઠીયા, દક્ષાબેન મોકરીયા, મનીષાબેન ઓડેદરા, ઓફીસસુપરીટેન્ડ બાલુભાઇ ઉપાધ્યાય, શ્રી જખરાભાઇ આગઠ સહિત બી.એડ્ નાં વિદ્યાર્થીઓ ભાઇ-બહેનો જોડાયાહતા.(૧.૭)

 

(12:24 pm IST)
  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST