Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાક્ષસોમાં પણ દયા હોય : આ પિશાચ યુવાને તેના તાબે નહિ થતા માથાના - નેણના વાળ ઉખેડી નાખ્યા

ભાવનગરની ૨૧ વર્ષની વિલાસ વાઘેલાનું જીવન એ નરાધમે છીન્ન - ભીન્ન કરી નાખ્યું : કોંગ્રેસના પરેશ ધાનાણી વ્હારે દોડયા : ૬ મહિનાથી હોસ્પિટલમાં : છ-છ ઓપરેશન : તંત્રની ઢીલી નીતિ : આરોપી સામે કોઇ આકરા - નોંધનિય પગલા નથી લેવાયા : અરેરાટી નહિ ધ્રુજારી છોડાવી દયે તેવી ઘટના

રાજકોટ તા. ૧૪ : યુવક દ્વારા શારીરિક માગણીને તાબે નહીં થનારી ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના માંડવાધાર ગામની ૨૧ વર્ષની યુવતી વિલાસ વાઘેલાના માથાના તમામ વાળ તથા બન્ને નેણના વાળ ચામડી સાથે ઉખાડી નાખ્યા હતા. આ યુવતી માર્ચ મહિનાથી વીએસ હોસ્પિટલમાં ખાટલે પડી છે. સરકાર દ્વારા આરોપીઓ સામે નથી પગલા લેવાયા કે યુવતીને નથી કોઈ મદદ કરાઈ આથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે વીએસમાં જઈ આ યુવતીને મળી તેમની આપવીતી સાંભળી હતી.

વિપક્ષના નેતાએ કહ્યું કે હું એક કલાક સુધી હોસ્પિટલમાં બેઠો હતો. યુવતીની આપવીતી સાંભળીને ભલભલા માણસનું હૃદય દ્રવી ઉઠે છે. ગુજરાતના ઈતિહાસમાં કદાચ આવી ઘટના પ્રથમ છે. રાક્ષસો કરતા પણ ખરાબ કૃત્ય દીકરી સાથે આચરાયું છે. ઘટના બાદ જિલ્લા કલેકટર- પ્રાંત અધિકારી પીડિત પરિવારની ઘરે ગયા હતા. તેમજ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનું અને સારવારનો તમામ ખર્ચ આપવાનું જણાવાયું હતું પરંતુ કશું થયું નથી.

પરેશ ધાનાણી કહે છે કે, હજુ સુધી મેડીકલનો કોઈ રીપોર્ટ આ પરિવારને નથી અપાયા. યુવતી બેભાન બન્યા બાદ તેમની સાથે શું બન્યું હતું તેની કોઈને ખબર નથી. દીકરીના અભણ માતા પિતા પણ છ મહિનાથી હોસ્પિટલમાં જ છે.

હાલમાં આ યુવતી ઉપર ૬ થી ૭ ઓપરેશનો કરાયા છે. પ્લાસ્ટીક સર્જરી કરાઈ છે છતાં તેને માથામાં કે નેણમાં વાળ આવતા નથી. હજુ કયારે રજા મળશે તે નક્કી નથી. પોલીસે આરોપીને પકડી લીધા હતા પરંતુ તેઓ જામીન પર છુટી જતાં દીકરીને કોઈ ન્યાય મળ્યો નથી. હાલમાં વીએસ હોસ્પિટલનું તંત્ર સારવારનો કોઈ ખર્ચ લેતુ નથી. પરંતુ રજા સમયે તમામ બિલો અપાશે એવું તંત્રએ કહ્યું છે.

પોલીસવાળાએ પણ યુવતીનાં દાખલ થયાના બીજા દિવસે જ અર્ધબેભાન હાલતમાં રહેલી યુવતીનું નિવેદન લીધું હતું.

જેમાં તેમના માતા-પિતાને વોર્ડની બહાર કઢાયા હતા. તેમજ કોરા પેપર પર દીકરીની સહી કરાવી લીધી હતી. વિપક્ષના નેતા જણાવે છે કે કોંગ્રેસ પક્ષ અને હું પોતે વ્યકિતગત રીતે આ દીકરીને તમામ સારવાર મળે તેમજ આરોપીઓને સજા થાય તે માટેની તમામ મદદ કરીશ.(૨૧.૧૦)

 

(3:53 pm IST)
  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • સાવરકુંડલાના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ:અડધો ઇંચ વરસાદ ખાબકતા ઘોબા ની બજારો થઈ પાણી પાણી:ખેડૂતો માટે આશીર્વાદ સમાનનો વરસાદ:રસાદને કારણે ખેડૂતોમાં ખુશહાલી access_time 8:28 pm IST