Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પડધરીના મેટોડાની વાડીમાં સંગીતાબેન સોલંકીનો ઝેરી દવા પી આપઘાત

પતિ સાથે બોલાચાલી થતા લાગી આવતા મહિલાએ પગલું ભર્યું

રાજકોટ તા. ૧૪: પડધરીના મેટોડા પાસે વાડીમાં પતિ સાથે ઝઘડો થતા પરપ્રાંતીય મહિલાએ ઝેરી દવા પી લેતા તેનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું છે. મળતી વિગત મુજબ પડધરીના મેટોડામાં રહેતા સંગીતાબેન ચંદનભાઇ સોલંકી (ઉ.વ. ૩ર) એ ગઇકાલે ગામ પાસે આવેલ જાદવભાઇ ખોડાભાઇની વાડીમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક સંગીતાબેનનો પતિ મજૂરી કામ કરે છે તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે પતિ સાથે ઝઘડો થતા લાગી આવતા તેણે આ પગલું ભર્યાનું ખુલ્યું છે. આ અંગે પડધરી પોલીસ મથકના એએસઆઇ પૂજાબેને તપાસ આદરી છે. (૭.૧૪)

 

(12:16 pm IST)
  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST