Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાજયમંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઇ દવેનું અવસાનઃ અંતિમ યાત્રામાં ભુપેન્દ્રસિંહ-જીતુભાઇની ઉપસ્થિતિ

ભાવનગર તા.૧૪: ભાવનગરનાં ધારાસભ્ય અને રાજયના મંત્રી વિભાવરીબેન દવેનાં પતિ વિજયભાઇ દવેનું નિધન થતાં બ્રહ્મસમાજ અને ભાજપમાં શોકનું મોજું ફેલાયું છે. આજે શુક્રવારે સવારે ભાવનગર સ્થિત તેમનાં નિવાસ સ્થાનેથી સ્વ. વિજયભાઇની અંતિમયાત્રા નીકળી હતી જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભાવનગરનાં મેયર, શહેર પ્રમુખ સહિત સંગઠનનાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા. મંત્રી વિભાવરીબેન દવેનાં પતિ કલાર્ક, એલ.આઇ.સી. એજન્ટથી લઇ કન્સ્ટ્રકશનનું કામ કરતાં હતા. વિજયભાઇ દવે છેલ્લા કેટલાક સમયથી મગજની બિમારીને લઇને મુશ્કેલીમાં હતા. અને ભાવનગર અને અમદાવાદ હોસ્પિટલમાં લાંબો સમય સારવાર લીધી હતી. ગઇકાલે સાંજનાં સુમારે ગાંધીનગર ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમયે તેમનાં પત્ની વિભાવરીબેન દવે, પુત્ર જાબાલ હાજર હતા.

સ્વ. વિજયભાઇ દવેની અંતિમયાત્રા આજે સવારે ૯ વાગ્યે ભાવનગર સ્થિત તેમનાં નિવાસ સ્થાન ૧૨૯ સાગવાડી કાળીપાળા ખાતેથી નીકળી હતી. જેમાં રાજયનાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મેયર સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા.(૧.૮)

 

(12:16 pm IST)
  • એક દેશ એક ચૂંટણી થાય : અમિત શાહઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું એક દેશ એક ચૂંટણી થાય: જે સમર્થનમાં હતા તે હવે ફરી ગયાઃ દેશમાં લોકસભા - વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય : ચંદ્રશેખરે કેમ વધાર્યા ચૂંટણી ખર્ચ : તેલંગણામાં ભાજપ મજબૂતીથી લડશે access_time 3:18 pm IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • સાવરકુંડલાના ઘોબા અને ભમોદરા માં ધોધમાર વરસાદ:અડધો ઇંચ વરસાદ ખાબકતા ઘોબા ની બજારો થઈ પાણી પાણી:ખેડૂતો માટે આશીર્વાદ સમાનનો વરસાદ:રસાદને કારણે ખેડૂતોમાં ખુશહાલી access_time 8:28 pm IST