Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મોરબી જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓપ ર પોલીસ ત્રાટકીઃ દારૂ વેંચતા ૬ શખ્‍સોને બાનમાં લીધા

- દેશી દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૪૦ દેશીદારૂ લી-૦૮ કિ.રૂ. ૧૬૦/- મળી આવ્‍યા છે

મોરબીઃ  મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે. જ્યાં  જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૬ ઈસમો ઝડપાયા છે.

પ્રથમ કિસ્સામાં મોરબીમાં મહિલા આરોપી ભાવનાબેન ભીખાભાઇ ચાડમીયા રફાળેશ્વર ગામની સીમ પાનેલી ગામ તરફ જતા રસ્તે પોતાના કબ્જામાં પ્લા.ના બાચકામાં દેશી પીવાનો દારૂ ભરેલ પારદર્શક કોથળીઓ નંગ-૪૦ દેશીદારૂ લી-૦૮ કિ.રૂ. ૧૬૦/- નો વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવી હતી.બીજા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી વિજયભાઇ રાયધનભાઇ કોંઢિયા પંચાસીયા દેવીપુજક વાસ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૦૫ કી. રૂ.૧૦૦/- નો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો. વાંકાનેરમાં આરોપી મુકેશભાઇ વિઠ્ઠલભાઇ આમરોણીયા પંચાસીયા-અદેપર રોડ નદીના પુલ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૦૫ કી. રૂ.૧૦૦/- નો રાખી વેચાણ કરતો મળી આવ્યો હતો.

ત્રીજા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી ચંદુભાઇ ગાંડુભાઇ ડુમાણીયા  મિતાણા રોડ, અરણીટીંબા ગામના બોર્ડ પાસે પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૨ કી. રૂ.૪૦/- નો રાખી મળી આવ્યો હતો.ચોથા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી જકશીભાઇ ઉર્ફે કમાભાઇ લાલજીભાઇ સેટાણીયા વરડુસર ગામના ઝાપા પાસે પોતાના કબ્જામા ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ લી.૦૨  કિ. રૂ. ૪૦/- નો વેચાણ કરવાના ઈરાદે રાખી મળી આવ્યો હતો.

પાંચમા કિસ્સામાં માળીયામાં આરોપી હિતેષભાઇ દેવજીભાઇ ચાવડા માળીયા મી મચ્છુ નદીના બેઠા પુલ પાસે  દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ નંગ-૩૦ દેશી દારૂ  લી.૦૬  કિ.રૂ.૧૨૦/-નો પોતાના કબ્જામા રાખી મળી આવ્યો હતો. છઠ્ઠા કિસ્સામાં હળવદમાં આરોપી સાપકડા ગામે જાહેરમા પોતાના કબ્જામા દેશી-દારૂ લી.૦૫ કિ રૂ.૧૦૦/-નો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે રાખી રેઈડ દરમ્યાન મળી આવ્યો હતો.

આ ૬ કિસ્સામાં પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:27 pm IST)