Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

પોરબંદર અને રાણાવાવમાં સાડા ત્રણ તથા કુતિયાણામાં દોઢ ઇંચ : બગવદર પાસે ડાયવર્ઝન સહિત રસ્તાઓમાં વર્તુ નદીના પાણી ભરાયા : પોરબંદરથી જામનગર દેવભૂમિ દ્વારકા જામખંભાળીયા જવાનો રસ્તો બંધ

પોરબંદર : જિલ્લામાં ગઇકાલ રાત્રીથી આજે સવારે પ વાગ્યા સુધી મેઘ સવારી ચાલુ રહી હતી. જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર ૮પ મીમી (૧૦પ૦ મીમી) તથા એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર ૯૦.૪ મીમી (૧૧૩૯પ મીમી), રાણાવાવ ૮૮ મીમી (૧ર૧૯ મીમી), કુતિયાણા ૩૬ મીમી (૧૧૪૬ મીમી), ખંભાળા જળાશય ૩૦ મીમી (૮પ૭ મીમી), ફોદાળા જળાશય રપ મીમી (૧૧૯૦ મીમી) નોંધાવેલ છે.

જિલ્લા આખી રાત્રીના વરસાદ ચાલુ રહેતા તેમજ વર્તુ નદીમાં પાણીની ભરપુર આવક શરૂ થઇ છે. વર્તુ નદીના પાણી પોરબંદરના બગવદર મીયાણી પટ્ટી તથા અડવાણા સુધી ફેલાયેલ છે. જેના કારણે બગવદર નજીક મંજીવાણા અને સોઢાણા વચ્ચે જીલનું કામ ચાલુ હોય પુલના ડાયવર્ઝન તથા અન્ય રસ્તામાં પાણી ભરાય ગયા છે.

(12:11 pm IST)