Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ગારીયાધાર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ ર૪ મીએ ચૂંટણી : ભાજપ રહેશે કે કોંગ્રેસ સતા લઇ લેશે ?

ગારીયાધાર, તા. ૧પ :  નગરપાલીકા કચેરી ખાતે ભાજપાના પ્રમુખ અને ઉપપ્રમુખ બન્ને પાસે અઢી વર્ષ પૂર્વે ૧૪-૧૪ સભ્યો હોવાથી પ્રાંત અધિકારીની હાજરીમાં સિક્કો ઉલાળીને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં બન્નેમાં ભાજપાની જીત થઇ હતી.

જયારે હાલ પરિસ્થિતિ જોઇએ તો કોંગ્રેસના પક્ષમાંથી ૧૪ પૈકી એક સદસ્ય ભાવેશભાઇ ગોરસીયા ભાજપમાં આઠ માસ પૂર્વ ભાજપામાં જોડાયા છે. જેના કારણે ભાજપ પાસે પુર્ણ ૧પની બહુમતીથી સતા હાંસલ કરી શકે તેવું લાગી રહ્યું છે.

પરંતુ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ થવા માટે ભાજપમાં અંદરો અંદરની કાપકૂપ ચાલી રહી છે. જેના કારણે કોંગ્રેસ દ્વારા ભાજપના સભ્યોને ખુલ્લુ આમંત્રણ આપવામાં આવ્યા હોવાની ચર્ચાઓ થઇ રહી છે. ભાજપના ૧પ સભ્યો પૈકી ચાર સદસ્યો દ્વારા પ્રમુખ માટે દાવેદારી કરવામાં આવી છે. પરંતુ પ્રમુખ પદ માટે પાર્ટી દ્વારા કોઇ ખુલ્લી રીતે કોઇ નામની ચર્ચાઓ ન થતા ભાજપામાં આતંરીક વિખવાદ ઉભો થયો હોવાની અને પક્ષપલટુ થવાની ભીતી થવાનો ડર વ્યાપ્યો છે.

નગર પાલીકા દ્વારા આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ માટેનું રોટેશન જાહેર કરી દેવાયું છે. જેમાં તમામ સદસ્યોને આગામી ર૪-૮-ર૦ના રોજ નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે સવારે ૧૧ કલાકે હાજર રહેવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.

ગારીયાધાર નગર પાલીકાની સતા ભાજપા અને કોંગ્ેરસ બન્ને પક્ષ માટે આબરૂનો સવાર છે. ભાજપા દ્વારા હંમશા સતા મેળવવામાં કોંગ્રેસને માત આપવામાં સફળ રહ્યું છે. જયારે કોંગ્રસને પોતાના ઘરના ભેદી સતાના સિંહાસન પર આવવા નથી. દેતા જે ભૂતકાળમાં વિતી છે. પરંતુ રોટેશનની તારીખ પહેલા ભાજપા અને કોંગ્રેસ દ્વારા કોણ કોને ખેંચી લાવશે તે જોવું રહ્યું.

(12:10 pm IST)