Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

સીમ જમીન નાં કૌભાંડ અંગે મુખ્યમંત્રી ને રજુઆત

ગોંડલ : ગોંડલ તાલુકાના ગોમટા માં બોગસ રજીસ્ટર દસ્તાવેજ રજુ કરી આચરાયેલાં સીમ જમીન કૌભાંડ ને રફેદફે કરવાં થઇ રહેલાં પ્રયત્નો અંગે ભદ્રસિહ જીવુભા ગોહીલ દ્વારા મહેસુલ અગ્ર સચિવ તથાં મુખ્યમંત્રી ને રજુઆત કરાઇ છે.

રજુઆત માં ભદ્રસિહ ગોહીલે જણાવ્યું કે ગોમટા રેવન્યુ સર્વે નં.151/1 એ 3-25 ગુઠા સીમ જમીન નોંધ નં.1972 સને 1982 થી પોતાનાં સહીત નાં નામે રેકડઁ પર ચાલું હતી.આ સીમ જમીન સને 1987 નાં નોંધ નં.2425 થી ઉતરોતર વેંચાણ નાં આધારે રેકડઁ પર ચાલતાં ખાતેદારો સગીર હોય ખોટાં રજીસ્ટર દસ્તાવેજ રજુ કરી રેવન્યુ અધિકારી ની મીલી ભગત થી રેકડઁ માં ફેરફાર કરી કૌભાંડ કરાયું હતું.આ અંગે મામલતદાર ગોંડલ તથાં જીલ્લા કલેક્ટર ને દસ્તાવેજી પુરાવા સાથે રજુઆત કરાઇ હોવાં છતાં સત્ય હકિકત છુપાવી કૌભાંડ ને દબાવવાં પ્રયત્ન થઇ રહ્યા હોય જવાબદારો સામે તપાસ હાથ ધરી પગલાં ભરવાં જણાવાયું છે.

(11:48 am IST)