Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ભાદર-2 ડેમમાં પાણીની આવક વધતાં 6 દરવાજા 3 ફૂટ ખોલયાઃ ડેમ ઓવરફ્લો થતાં 34 ગામોને પાણીનો પ્રશ્ન દૂર

નીચાણવાળા વિસ્તારો ભુખી સુપેડી વિગેરે દસ જેટલાં ગામોને તાત્કાલિક અસરથી સાવચેત કરાયા

સૌરાષ્ટ્ર આખામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદથી અનેક ડેમ છલકાયાં છે. ત્યારે ભાદર-2 ડેમમાં પાણીની આવક વધતાં 6 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમની સપાટી 53.10 મીટરે છે અને પાણીની આવકથી ડેમ છલોછલ ભરાઈ જતા દરવાજા ખોલવામાં આવ્યાં છે.

  ડેમમાં પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં ભરાતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર તાલુકાના 34 ગામોને પાણીનો પ્રશ્ન દૂર થયો હોવાનું ટેકનિકલ સુપરવાઇઝર એસ.આઈ. રાવલે જણાવ્યું છે.

(9:45 pm IST)