Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

કચ્છના અંજારના સવાશેર નાકા નજીક રાષ્ટ્રઘ્વજ ઊંધો ફરકાવી દીધો

કચ્છના અંજાર શહેરના સવાશેર નાકા નજીક આરાધના ભેળની દુકાન પાસે રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવાતા પોલીસે સ્થળ પર જઈ રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો હતો

  આ અંગે મળતી વિગતો મુજબ ,આઝાદીના પર્વના ઉત્સાહના અતિરેક આવી જઈને દુકાનચાલકે ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો હતો જેથી જાગૃત નાગરિકે તંત્રનું ધ્યાન દોરતા પોલીસે સ્થળ પર આવી રાષ્ટ્રધ્વજ ઉતારી લીધો હતો..રાષ્ટ્રધ્વજનું અપમાન થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..જો કે , ઉત્સાહમાં આવી જઈને ભૂલથી રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવી દેવાયો હોવાનું જાણવા મળેલ છે

(9:34 pm IST)