Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ધ્રોલ-થાનગઢમાં ૧ ઇંચઃ રાજકોટ, સાયલા, તળાજા, પાલીતાણા, વલ્લભીપુર, લાઠીમાં અડધો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વાતાવરણ સાથે વરસતા ઝાપટા

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગયા શનીવારથી મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યાર બાદ ગઇકાલથી સર્વત્ર વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને હળવા-ભારે ઝાપટા વરસી રહયા છે ત્યારે આજે પણ સવારથી સાંજ સુધીમાં ઝાપટાથી માંડીને ૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આજે સવારથી અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને હળવો-ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે જામનગર જીલ્લાના ધ્રોલમાં ૧ ઇંચ વરસાદ  વરસ્યો છે. જયારે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં પણ ૧ ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજકોટ, તળાજા, પાલીતાણા, વલ્લભીપુર, લાઠીમાં હળવા-ભારે ઝાપટારૂપે અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

રાજકોટ-ગોંડલ હાઇવે, રાજકોટ-અમદાવાદ હાઇવે, ડોળીયા બાઉન્ડ્રી, રાજકોટ-જામનગર હાઇવે સહીતના વિસ્તારોમાં પણ વારંવાર ભારે ઝાપટા વરસી રહયા છે.

માળીયા મિયાણા, કોટડા સાંગાણી, જસદણ, લોધીકા, લીલીયા, ગાંધીધામ, રાણપુર, ચુડા, પાટડી, લખતર, લીંબડી, વઢવાણ, કેશોદ, જુનાગઢ, મેંદરડા, માળીયા હાટીના, ઉમરાળા, ગારીયાધાર, ઘોઘા, ભાવનગર, સિંહોર, કાલાવાડમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

રાજકોટમાં પણ આજે સવારથી હળવો-ભારે વરસાદ વરસી રહયો છે. કયારેક અચાનક ધોધમાર વરસાદ વરસી જાય છે તો થોડીવારમાં વાદળીયુ વાતાવરણ છવાઇ જાય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ દિવસ દરમિયાન વરસ્યો છે.

(6:48 pm IST)