Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ગીર-સોમનાથના એભલવડ ગામમાં દીપડાએ હુમલો કરતાં આધેડ મહિલાનું મોત : લોકોમાં ફેલાયો ફફળાટ : અવારનવાર જંગલી પ્રાણિયો કરે છે હુમલા

ગીર-સોમનાથ: આજે સવારે ગીર પશ્ચિમ વિભાગ હેઠળ આવતી જામવાળા રેન્જમાં આવેલા એભલવડ ગામમાં દીપડાએ હુમલો કરતા 75-વર્ષની મહિલાનું મોત નિપજ્યું છે. આ વિસ્તાર ગીર વન્યપ્રાણી અભ્યારણ્ય નજીક આવેલો છે.

આ અભ્યારણ્યની આસપાસ વસતા લોકો પર અવાર-નવાર વન્યપ્રાણીઓ હુમલા કરે છે. વન વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, દીપડાએ સવારે છ વાગ્યાની આસપાસ જેનુભેન ખસીયા પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં મહિલાનું મોત નિપજ્યું હતું.


આ ઘટનાની જાણ થતા વન વિભાગ સ્થળ પર પહોંચી ગયું હતું અને દીપડાને પાંજરે પૂરવા માટે આસપાસ પાંજરા ગોઠવ્યા હતા. મે મહિનામાં જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાના કાંગશિયા ગામમાં 52-વર્ષની મહિલા શારદાબેન વાવૈયા પર દીપડાએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં તેમનું મોત નિપજ્યું હતું.

2016માં ગુજરાતમાં દીપડાની સંખ્યા ગણવામાં આવી હતી. આ સમયે1395 દીપડા નોંધાયા હતા. અભ્યારણ્યોની આસપાવ માણસો અને વન્યપ્રાણી વચ્ચેનાં ઘર્ષણનાં કિસ્સાઓ વધતા જાય છે અને લોકો જીવ ગુમાવે છે. વન્ય પ્રાણીઓની સંખ્યા પણ વધી રહી છે

(4:40 pm IST)