Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

બાર વરસથી પ્રોહીબીશના ગુન્હામાં વોન્ટેડ જીગ્નેશ પટેલને આર.આર.સેલ ભાવનગર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોડે ઝડપ્યો

ભાવનગર : છેલ્લા બાર વરસથી પ્રોહીબીશના ગુન્હામાં વોન્ટેડ આરોપી જીજ્ઞેશ પટેલને આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ઝડપી લેવાયો છે

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી,ડી.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા

  આ દરમ્યાન પોલીસ સબ ઇન્સ.વી.એલ. પરમારને મળેલ બાતમીના આધારે ભાવનગર શહેર, બોરતળાવ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં-૫૨/૨૦૦૭ પ્રોહી. કલમ ૬૫ એ,ઇ, ૯૮(ઘ), ૧૧૬(બી) વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી જીજ્ઞેશભાઇ મહેશભાઇ પટેલ (ઉ.વ.૪૫) ધંધો-વેપાર (રહેવાસી-પ્લોટનં-૨૨૬૮, હલીમની ખડકી, માળીવાળાની પોળ, અમદાવાદ વાળો હાલ-બ્લોકનં-બી/૩૦૨, સીલીકોન સ્કવેર,સાયન્સ સીટી, સોલા, અમદાવાદ)ને તેના ઘરેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

  આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી,.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમાર તથા સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ આહીર તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

(10:29 pm IST)