Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

વાહનચોરી સહિતના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

વિજય ઉર્ફે પતો ઉર્ફે પતીયોને અમરેલીના નાના બસ સ્ટેન્ડથી ઝડપી લીધો

ભાવનગર : વાહનચોરી તથા સાદી ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે પતો ઉર્ફે પતીયોને આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ઝાડપી લેવાયો છે 

 ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકરીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટરડી.ડી.પરમાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા

 આ દરમ્યાન બાતમીના આધારે જુનાગઢ જીલ્લાના વિસાવદર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૬૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯  વિ. તથા અન્ય બે ચોરીના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી વિજય ઉર્ફે પતો ઉર્ફે પતીયો કેશુભાઇ ચારોલીયા (ઉ.વ.૩૦)( રહેવાસી-મુળ ગામ-માયાપાદર તા.વડીયા જી.અમરેલી હાલ-વાસાવડ તા.ગોંડલ તથા  જેતપુર દેરડીની ધાર જી.રાજકોટ)ળાને અમરેલી નાના બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. 

   આ કામગીરીમાં આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી,.પરમાર  તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા પો.કોન્સ. જયેશભાઇ ધાધલ વિગેરે જોડાયા હતા.

(10:25 pm IST)