Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

આશ્ચર્યજનક સ્ફૂર્તિ :ખંભાળિયાની કંપનીની ફરિયાદ બાદ આરોપીને ગણતરીની કલાકોમાં બેંગ્લુરુથી દબોચી લીધો

કંપનીનું બોગસ લેટરપેડ સહી સિક્કા કરી ડોનેશન ઉઘરાવતા શખ્શને સાયબર સેલે ઝડપ્યો

ખંભાળિયા :મોટાભાગે સાયબર ક્રાઈમની કે કોઈ પણ ફરિયાદ નોંધાય તો મહિનાઓ અને ક્યારેક તો ગુન્હાનો ભેદ ઉકેલવામાં વર્ષો લાગી જાય છે ત્યારે દ્વારકા જિલ્લાની મહાકાય કંપની દ્વારા નોંધાયેલ ફરિયાદ બાદ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો છે અને આરોપીને છેક બેંગ્લુરુથી ઝડપી લેવાયો છે

 કંપનીની ફરિયાદ બાદ પોલીસને એવી તો સ્કૂર્તિ ચઢી કે આરોપીને ઝડપી પાડવા છેક બેંગલોર સુધી પહોચી ગઈ અને આરોપી ઝડપાઈ પણ ગયો, ત્યારે સામાન્ય ફરિયાદી હોય તો પણ પોલીસ આટલો જ રસ દાખવે તે પણ જરૂરી હોવાનું ચર્ચાઈ છે

  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા નજીક આવેલ નયારા એનર્જી કંપનીના બોગસ લેટર પેડ બનાવી અને તેના પર ખોટી સહીઓ અને સિક્કા કરી અને અમુક લોકો પાસેથી કોઈ શખ્ત ડોનેશન ઉઘરાવી રહ્યા નું કંપનીને ધ્યાને આવતાં કંપની ના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા  ,બેંગ્લોરમાં રહેતો ઉદયન ગુપ્તા નામનો શખ્સ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસની તપાસ સાયબર સેલની ટીમને સોંપવામાં આવી હતી,

   આરોપી નું પગેરું પણ દબાવી આ કેસમાં પોલીસે બેંગલોર જઈ અને આરોપીને ઝડપી પાડ્યો છે, આરોપી દ્વારા ઓનલાઇન ખોટી કંપની ખોલી, ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવે, નયારા એનર્જી કંપનીના ખોટા દસ્તાવેજ જેમ કે લેટરપેડ, સ્ટેપ્સ વગેરે બનાવતો હતી. બાદમાં આ બનાવટી દસ્તાવેજ વ્યક્તિ કંપની કે સંસ્થાઓને મેઈલ અને વોટસએપ કરવામાં આવતું. જે દસ્તાવેજમાં કંપનીને ડોનેશન આપવા માટે કંપનીના લેટર પેડ માં CRS (Corporate social responsibility) એકટીવીટી અંતગર્ત વિશ્વાસ માં લઈ મીડીએટર તરીકે રકમ ની માંગણી કરવામાં આવતી અને ત્યારબાદ મીડીએટર અંતગર્ત વિશ્વાસ માં લઈ મીડીએટર તરીકે રકમ ની માંગણી કરવામાં આવતી અને ત્યારબાદ મીડીએટર તે રકમ

પોતાના ખાતામાં જમા કરતો હતો.

આરોપી ઝડપાઈ ચુક્યા બાદની પ્રાથમિક તપાસમાં આરોપી અગાઉ પશ્ચિમ બંગાળ ના ડ્રગ્સ લેવાના ગુના માં પકડાયેલ હતી અને આરોપીએ અગાઉ ઘણી ખોટી કંપની ખોલી અગાઉ પણ ઘણા લોકો સાથે છેતરપિંડી તથા વિશ્વાસઘાત

કર્યો હોવાનું કબૂલાત આપેલ છે.

(1:34 pm IST)