Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

સુરેન્દ્રનગરમાં રેલ્વે પાટાનું ધોવાણ

વઢવાણ, તા.૧૪: સુરેન્દ્રનગર જિલ્લામાં  ત્યારે જિલ્લા માં એક સપ્તાહ માં ૮ ઈચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. જિલ્લા માં વરસાદી પગલે જિલ્લા ના અને નાળા ઓ માં નદીઓ માં નવા નીર ની આવક આવી છે.

ત્યારે વરસાદ ના પગલે જિલ્લા ના અનેક ગામો ને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરી સ્થાનતરણ કારાવવા માં આવ્યુ હતુ .છતાં જિલ્લા ના ધાગધ્રા ના વાવાડી માં નદી માં ૧૦ લોકો તણાયા હતા.જેમાં ૭ ના મોત થયા છે અને અન્ય ૩ નું રેસ્કયુ કરી બચાવી લેવા માં આવીયા છે.

ત્યારે વરસાદ ના પગલે જિલ્લા ની રેલ્વે તંત્ર ને પણ ભારે એવું નુકસાન થયું છે. અનેક ગામો માં રેઇવે ના પાટા વરસાદ ના પગલે ધોવાણ થયું છે. સુરેન્દ્રનગર -ચમારજ રોડ નર્મદા કેનાલ પાસે ના પાટા માં પાણી આવી જતાં પાટા નું ધોવાણ થઇ જતા રેલ સેવા અટકી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

ત્યારે જિલ્લા નું રેલ્વે તંત્ર સફાળું જાગ્યું છે. રેલ્વે વિભાગ દવારા નુકસાન થયેલ પાટા નું તાત્કાલિક ધોરણે રીપેર કામ હાથ ધરવામાં આવ્યું અચાનક રેલ્વે તંત્ર ને જાણ થતાં આ બાબતે રેલ્વે વિભાગે ગંભીરતા દરસાવી અને તત્કિલક રીપેર કામ કરતા મોટી દુર્દ્યટના ટળી છે.

ત્યારે ૧૦૦ જેટલા ગેંગ ની ટીમ દ્વારા યુદ્ઘના ધોરણે સમારકામનીઙ્ગ કામગીરી રેલવે અધિકારી એ  કામ હાથ ધર્યું છે.ે સુરેન્દ્રનગર -ચમારજ રોડ પર આવેલ રેલ્વે ના પાટા ને તાત્કાલિક ધોરણે કાપચા અને સમારકામ કરતા તાત્કાલીક તમામ રેલ્વે ચાલુ કરી દેવા માં આવી છે.

(1:23 pm IST)