Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ભાવનગરમાં 11 શખ્સો જુગાર રમતા ઝડપાયા 7 મોબાઈલ રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.

આજરોજ ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન કાળીયાબીડ,ભગવતી સર્કલ આવતાં *_પો.કો. શકિતસિંહ ગોહિલ ને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, કાળીયાબીડ, ભગવતી સર્કલ પાસે,ભગવતી પાર્ક, મહાસાગર એપાર્ટમેન્ટનાં પાર્કીંગમાં જાહેરમાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે._*  તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં સાત શખ્સો ગંજીપતાનાં પાના, રોકડ રૂ.૨૪,૧૨૦/-તથા મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૪૨,૦૦૦/- મળી કુલ રૂ.૬૬,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓ તમામ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલછે

પોલીસે ભાવીનભાઇ અશોકભાઇ ચાવડા ઉ.વ. ૨૨ રહે. મકાન નં.૪૫૯૪, અમરદીપ સોસાયટી,ગાયત્રીનગર પાસે, ભાવનગઆશીફભાઇ રફીકભાઇ પરમાર ઉ.વ.૨૩ રહે.મકાન નં.૨૨૧,મહેક ફલેટ, નવાપરા,ભાવનગર મલયભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામી ઉ.વ.૨૯ રહે.મહેતા શેરી,પીરછલ્લા, ભાવનગર

બીરજુભાઇ જેન્તીભાઇ બારૈયા ઉ.વ.૩૦ રહે. મકાન નં.૪, ભુવનેશ્વરી ટેનામેન્ટ,રૂપાણી સર્કલ,ભાવનગર

રાજુભાઇ ભગવાનભાઇ મેર ઉ.વ.૨૭ રહે.ઇદગાહ મસ્જીદની પાછળ, નવાપરા,ભાવનગર

જીગ્નેશભાઇ રમેશભાઇ કામળીયા ઉ.વ.૧૯ રહે.મકાન નં.૭૬૭૧, સત્યનારાયણ સોસાયટી,ગાયત્રીનગર, ઘોઘા રોડ,ભાવનગર

દીલીપભાઇ બચુભાઇ મહેતા ઉ.વ.૬૧ રહે.મહેતા શેરી,પીરછલ્લા, ભાવનગર

કેતનભાઇ હરેશભાઇ ગૌસ્વામી ઉ.વ. ૪૦ રહે.મહેતા શેરી,પીરછલ્લા, ભાવનગર

વિમલભાઇ નવિનચંદ્ર બદા ઉ.વ.૩૮ રહે.મહેતા શેરી,પીરછલ્લા, ભાવનગર

અનિરૂધ્ધ ઉર્ફે ચુનો ચીમનભાઇ યાદવ ઉ.વ.૩૦ રહે.બ્લોક નં.૨, મકાન નં.૭૪૩૫,સત્યનારાયણ સોસાયટી, ગાયત્રીનગર,ભાવનગર

પ્રકાશભાઇ કાંતીલાલ મકવાણા ઉ.વ.૫૬ રહે. એ/૪,મહાસાગર કોમ્પલેક્ષ,ભગવતી સર્કલ,કાળીયાબીડ ભાવનગર ની ધરપકડ કરાઈ છે

 ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં અગિયાર ઇસમને કુલ રૂ.૬૬,૧૨૦/- નાં મુદ્દામાલ સાથે સાથે પકડી પાડવામાં ભાવનગર એલ.સી.બી.ને સફળતા મળેલ છે.*

*_આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ રાણા, પરાક્રમસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, જયરાજસિંહ ખુમાણ, મીનાજભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ,જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં._*

(7:45 pm IST)