Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

પેઢલા મગફળીકાંડમાં બિપિન સખરેલીયાની ધરપકડ અત્યાર સુધી 30 લોકોની ધરપકડ કરાઈ

જેતપુરના પેઢલા ગામે મગફળીમાં માટી કૌભાંડમાં પર્દાફાશ બાદ ધરપકડનો દોર યથાવત છે. અને આ કેસમાં વધુ એક શખ્સની ધરપકડ થઈ છે.મગફળીમાં માટી કૌભાંડને લઈને અત્યાર સુધી 30 લોકોની ધરપકડ થઈ છે. અને હવે બિપીન સખરેલીયા નામના શખ્સની ધરપકડ થઈ છે.

   મગફળીમાં માટી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મગન ઝાલાવાડીયાને પડધરી ખાતે લઈ જવાયો છે.જ્યાં પોલીસે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં તેના લોકરની તાપસ હાથ ધરી છે. ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારી લોકરની તપાસમાં જોડાયા છે.

 

(1:57 pm IST)