Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

રાજપરા ગામે દરોડો પાડવા ગયેલી પોલીસ પર પાંચ શખ્સોનો હુમલો : મહિલા પીએસઆઇ અને કોન્સ્ટેબલને મારમારી ધમકી આપી

ભાવનગર :  ભાવનગરના રાજપરા ગામે દારૂનો દરોડો પાડવા ગયેલ પોલીસ પર પાંચ શખ્સોએ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. મહિલા પી.એસ.આઇ. અને કોન્સ્ટેબલને મારમારી ધમકી આપતા પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના જેસર પોલીસ મથકના પીએસઆઇ એસ.એન. સુમરા, પો. કોન્સ. કાળુભાઇ કામળિયા સહિતનો સ્ટાફ બાતમીના આધારે રાજપરા ગામે દારૂનો દરોડો પાડવા ગયાહતા ત્યારે મનહરસિંહ વશરામસિંહ સરવૈયા, ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા, જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ, મનહરસિંહ ઉર્ફે મુકેશસિંહનાં પત્ની, સુરપાલસિંહ રવુભા સરવૈયાએ પોલીસ ફરજમાં રૂકાવટ કરી મહિલા પીએસઆઇ અને કોન્સ્ટેબલને મારમારી જાથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો આ આ અંગે કોન્સ્ટેબલ કાળુભાઇની ફરીયાદ પરથી પાંચેય શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(1:34 pm IST)