Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ભાવનગરમાં ચોરાઉ સ્કુટી સાથે અતુલ સઠિયાને રૂપાણી સર્કલ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

ભાવનગરમાંથી ચોરાઉ સ્કૂટી સાથે રૂપની સર્કલ પાસેથી અતુલ શેઠિયાને એસઓજીએ ઝડપી લીધો છે ભાવનગર જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા અને બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી .ડી. પરમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી શાખાના સ્ટાફે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ.નીતીનભાઇ ખટાણા તથા હેડ કોન્સ.જગદીશભાઇ મારૂને મળેલ બાતમી આધારે ભાવનગર રૂપાણી સર્કલ પાસેથી દિવડીયું ચોક પાસેથી આરોપી અતુલભાઇ શિવાભાઇ સઠીયા/માળી (ઉ.વ.૫૨ ) ( રહે,ભરતનગર, અભિષેક સોસાયટી, પ્લોટનં-૨૭૬ ભાવનગર)ને  ટી.વી.એસ. કંપનીના સ્કુટી PEP+ મોપેડ રજી નંબર GJ 04 BB 276 કિ.૨૫,૦૦૦  સાથે ઝડપી પાડેલ અને સ્કુટીના એન્જીન ચેચીસ નંબર આધારે ખરાઇ કરતા સ્કુટીનો સાચો નંબર GJ 4 BB 229 નો હોવાનું જણાઇ આવેલ અને સ્કુટી ચોરી બાબતે વર્ષ ૨૦૧૨ માં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ હતો મજકુરને તેની પાસેથી મળી આવેલ સ્કુટી બાબતે પુછતા પોતે આ સ્કુટી વર્ષ ૨૦૧૨ માં સરદારનગર ગુરૂકુળ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી આ અંગે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.  

 આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ.યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જગદીશભાઇ મારૂ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા જોડાયા હતા.

(7:52 pm IST)