Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

લલિત વસોયા અને હાર્દિક પટેલનું પોલીસ વાનમાં ઇન્‍ટરવ્યુ કરવા દેનાર રાજકોટ જિલ્લાના ૪ પોલીસ કર્મચારીઓ સસ્‍પેન્ડ

રાજકોટ: ધોરાજીમાં લલિત વસોયાની જળસમાધિના મામલામાં રાજકોટ જિલ્લા પોલીસવડાએ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. લલિત વસોયા અને હાર્દિક પટેલની ધરપકડના સમયે મીડિયા કર્મીઓએ પોલીસવાનમાં ઈન્ટરવ્યૂ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોલીસકર્મીઓએ પોલીસવાનમાં જ ઈન્ટરવ્યૂ લેવા દેતા ફરજ પર બેદરકારી બદલ ચારેય પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. 

મહત્વનું છે કે ગત શનિવારે સંબોધન બાદ લલિત વસોયા જળ સમાધી લે તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી હતી. ત્યારબાદ બંન્નેને ત્રણ-ચાર કલાક બાદ છોડી મુકાયા હતા. જેમાં બંનેએ પોલીસવાનમાં જ મીડિયાને ઈન્ટરવ્યૂ આપીને સરકાર પર આક્ષેપો કર્યા હતા.

લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(6:41 pm IST)